ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

શ્રીદેવીનું મૃત્યુ અકસ્માતથી નહીં પણ તેનું મર્ડર થયું હતુંઃ પુરાવા મળ્યાનો દાવો

નવી દિલ્હી તા. ૧રઃ ફિલ્મ અદાકારા શ્રીદેવીનું મૃત્યુ અકસ્માતથી નહીં, પણ તેનું મર્ડર થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કેરળમાં પોતાની સુજબુઝ માટે જાણીતા જેલ ડીજીપી અને આઈપીએસ અધિકારી ઋષિરાજસિંહે એક ચોંકાવનારો અને મોટો ખુલાસો કર્યો છે. પોતાના એક મિત્રના હવાલે તેણે આ પ્રકારનો દાવો કર્યો છે. તેના દોસ્ત ડો. ઉમાદથનને ભારતના જાણતા ફોરેન્સિક સર્જન તેમજ ક્રાઈમ અને મર્ડર મિસ્ટ્રી ઉકેલનાર ઉસ્તાદ તરીકે જાણીતા છે. આ શખ્સને કેરળ સરકાર પણ સારી રીતે જાણે છે.

હવે આ આઈપીએસ અધિકારીએ આ ક્રાઈમ કેસ માસ્ટરના હવાલે શ્રીદેવીના મોત પર મોટો ખુલાસો કર્યો છે. એક જાણીતા અંગ્રેજી અખબાર અનુસાર ઋષિરાજસિંહે કહ્યું, મેં મારા મિત્ર ડો. ઉમાદથનને શ્રીદેવીના મોત વિશે પૂછ્યું હતું, પરંતુ તેના જવાબે મને મોટો ઝાટકો આપ્યો. તેણે કહ્યું કે  તેણે આખા મામલાને ખૂબ નજીકથી જોયો છે. તેણે આ બાબત પર રિસર્ચ કર્યું ત્યારે ઘણા એવા ખુલાસા થયા અને સબૂત હાથ લાગ્યા કે જેમાં ખબર પડી આ મોત કોઈ પ્રકારના એક્સિડન્ટથી નથી થયું. તેના હાથ લાગેલા સબૂતમાં એવા પુરાવા સામે આવ્યા કે આ મર્ડર હોવાની પૂરેપૂરી સંભાવના છે.

ઋષિરાજે એક લેખ લખ્યો હતો એમાં પણ આ ક્રાઈમ માસ્ટર વિશે ઉલ્લેખ કર્યો હતો. ઋષિરાજે લખ્યું હતું કે, મારા મિત્રએ જણાવ્યું કે કોઈપણ નશામાં ધુત માણસ કોઈપણ પરિસ્થિતિમાં લગભગ એક ફૂટ ઊંડા બાથટબમાં ડૂબી ન શકે. ઉલ્લેખનિય છે કે પાછલા વર્ષે ર૪ ફેબ્રુઆરીના દુબઈની એક હોટલમાં શ્રીદેવીનું મોત થયું હતું, ત્યારે એના મોતનું કારણ એક દૂર્ઘટના તરીકે બતાવવામાં આવ્યું હતું.

જેલ ડીજીપીએ પોતાના મિત્રના હવાલે લેખમાં લખ્યું છે કે, આ સંભવ જ નથી કે કોઈ એક ફૂટ ઊંડા બાથટબમાં ડૂબીને મરી જાય. આગળ જણાવ્યું કે વગર કોઈ દબાણે માણસના પગ અને માથું એક ફૂટ ઊંડા બાથટબમાં ડૂબી ન શકે. દોસ્તનો દાવો છે કે કોઈએ એના બન્ને પગ પકડ્યા હતાં અને જબરદસ્તી તેના માથાને પાણીમાં ડૂબાડવામાં આવ્યું કે જેના લીધે તેનું મોત થયું.

ઉલ્લેખનિય છે કે જે તે સમયે આ મોતની તપાસ પોલીસ કરતી હતી, પણ કોઈ જ પુરાવા હાથ નહોતા લાગ્યા એટલે મોતનું અસલ કારણ જાણી ન શકાયું, પરંતુ હવે દોઢ વર્ષ પછી જેલ ડીજીપીએ દોસ્તના હવાલે આ પ્રકારના ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેના લીધે વિવાદ વધ્યો છે.

જો કે ડીજીપી જે દોસ્તના હવાલે આ વાત કરી રહ્યા છે એનું બુધવારે ૭૩ વર્ષની ઉંમરે કેરળની એક હોસ્પિટલમાં મોત થયું છે. તે કેરળ સરકારના સૌથી ભરોસાપાત્ર માણસ હતાં. એટલું જ નહીં, પણ લિબિયાની સરકાર પણ આ પ્રકારના ક્રાઈમ મામલાનો ઉકેલ આ માણસ થકી જ લાવતી. સ્પેશિયલ મર્ડર કેસ ઉકેલવા માટે જ કેરળ સરકારે આ માણસની નિમણૂક કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription