વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા માલદિવઃ રાષ્ટ્રપતિ સોલિહના શપથ સમારોહમાં થશે સામેલ /ઈન્ડોનેશીયાના સુવાલેસીમાં ભૂકંપઃ ભૂસ્ખલનના કારણે ૭ વ્યક્તિના નિપજયાં મૃત્યુ / રાજસ્થાન ચૂંટણીમાં કોંગ્રેસની મોટી ચાલઃ વસુંધરા રાજે સામે લડશે જશવંત સિંહના દિકરા /

પંચવટીથી જી.જી. હોસ્પિટલ સુધીના ડિવાઈડરો પર સ્ટોન બ્લોકની દીર્ઘદૃષ્ટિયુક્ત કામગીરી

જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકાના તંત્રની ભલે કોઈને કોઈ મુદ્દે વગોવણી થતી હોય, પણ કેટલાંક વિકાસ કામો ખૂબ જ સરસ રીતે અને દીર્ઘદૃષ્ટિ સાથે થાય છે ત્યારે નગરજનોને રાહત અને સંતોષ પણ થાય જ છે.

તાજેતરમાં જામનગરમાં પંચવટીના ખૂણા પાસેથી છેક જી.જી. હોસ્પિટલ સુધીના માર્ગ પરના ડિવાઈડરોમાં બે થી અઢી ફૂટ ઉંચા સ્ટોન બ્લોક નાંખી ડિવાઈડરને સુંદર અને સુરક્ષિત બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કામમાં હજી તો આ સ્ટોન બ્લોક ફીટ જ થયા છે. તેના પર નિયમોનુસારના કાળા-પીળા-ધોળા પટ્ટાથી રંગરોગાન કરવામાં આવશે ત્યારે આખો માર્ગ પણ સુંદર લાગશે. આ કામમાં ડિવાઈડર પર વાવેલા વૃક્ષોને પણ સાચવી લેવામાં આવ્યા હોવાથી આખા માર્ગની રોનક ફરી જશે તે નક્કી છે.

ડિવાઈડરમાં કોઈ આડશ કે ગ્રીલ ન હોય તેવા સંજોગોમાં રાહદારીઓ, ડિવાઈડરો પરથી ગામે ત્યાં રસ્તો ઓળંગતા હોય છે, પણ આ બે અઢી ફૂટના સ્ટોનની દિવાલ બની જવાથી હવે જ્યાં ક્રોસીંગ માટેની જગ્યા હશે ત્યાંથી જ રસ્તો ક્રોસ કરવો પડશે. તેથી રાહદારીઓને હડફેટે લેવાના અકસ્માતની શક્યતા હવે નામશેષ થઈ છે.

આ ઉપરાંત કેટલાક લુખ્ખા અને છેલબટાઉ શખ્સો પોતાના બાઈક ડિવાઈડર પરથી લઈને રસ્તો ક્રોસ કરતાં હતાં તેને પણ રોક લાગી જશે. ડિવાઈડર પર આ રીતની કામગીરી ખરેખર બિરદાવવા લાયક અને આવકારદાયક છે.

જામનગરના ટાઉનહોલથી સાત રસ્તા માર્ગ સુધીના ગૌરવ પથ તેમજ વિકટોરીયા પુલથી અંબર ચોકડી, ગુરૃદ્વારા ચોકડી અને સાત રસ્તા સુધીના માર્ગ પરના ડિવાઈડરો પર પણ આ પ્રકારે બે-અઢી ફૂટના સ્ટોન મુકાવાની તાતી જરૃર છે.

ગૌરવ પથ પરના ડિવાઈડર અને ઈંદિરા માર્ગો પરના ડિવાઈડર પરથી ગ્રીલો રીતસર ગેસકટ્ટરથી કાપીને ચોરી કરવામાં આવે છે, અને હાલમાં ખાસ કરીને ઈંદિરા માર્ગ પર લાખ્ખો રૃપિયાના ખર્ચે ડિવાઈડર પર નાંખવામાં આવેલી લોખંડના પાઈપની ગ્રીલો ચોરાઈ ગઈ છે અને માર્ગ કદરૃપો થઈ ગયો છે. એટલું જ નહીં પણ ડિવાઈડરો પરથી ક્રોસીંગ કરવાના કિસ્સાઓમાં આ માર્ગ પર ઘણાં અકસ્માતો થયા છે.

ઈંદિરા માર્ગ પર ગુરૃદ્વારા ચોકડીથી સાતરસ્તા સુધીના માર્ગ પરના ડિવાઈડર પરથી તો લગભગ ગ્રીલો અદૃશ્ય થઈ ગઈ છે. જાણવા મળતી વિગતો પ્રમાણે જલારામનગરના ઢોર આ માર્ગ પર સહેલાઈથી અવરજવર કરી શકે. રસ્તો ક્રોસ કરી શકે તે માટે કોઈ મોટા માથાની સૂચના પ્રમાણે અને કોઈ રાજકીય માથાની ઓથ હેઠળ આ ગ્રીલો કાઢી નાંખવામાં આવી છે અને પરિણામે સતત વ્યસ્ત એવા આ માર્ગ પર ઢોર-રાહદારીઓ અને વાહનો પણ ડિવાઈડર પરથી રસ્તા ક્રોસ કરે છે અને ટ્રાફિકને ભારે અવરોધરૃપ બની રહ્યાં છે.

મહાનગરપાલિકા તંત્ર ગૌરવપથ અને ઈંદિરા માર્ગને પણ સ્ટોન-બ્લોક મૂકીને ડિવાઈડરોને સુંદર અને સુરક્ષિત બનાવે તે જરૃરી છે.

ગ્રીલો ક્યાં ગઈ...?? !

મહાનગરપાલિકાએ લાખો રૃપિયાનો ખર્ચ કરી નાંખેલી ગ્રીલો ક્યાંક એક-એક કરીને તો ક્યાંક જથ્થાબંધ રીતે રાતોરાત કપાઈને ચોરાય જાય અથવા ગાયબ થઈ જાય... છતાં મહાનગરપાલિકાના જવાબદાર વિભાગ કે સત્તાવાળાઓના પેટનું પાણી હલતું નથી તે બાબત જ શંકા પ્રેરક છે...! આ ચોરાયેલી ગ્રીલો ક્યાંકને ક્યાંક ઝુંપડા ઉભા કરવામાં પણ વપરાયેલી જોવા મળતી હોવાનું અને મોટાપાયે ચોરી કરીને ભંગારમાં વેંચીને ઓગાળી નાંખવાનું મોટું કારસ્તાન ચાલી રહ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

જે હોય તે... હવે ગ્રીલોના બદલે ડિવાઈડરોને સ્ટોન બ્લોકથી સુરક્ષિત કરવાના અભિગમને કમસેકમ અહીં નિર્દેશ કરેલ બે મહત્ત્વના માર્ગો પરના ડિવાઈડરો પર પણ અમલમાં મૂકવામાં આવે તેવી આશા પ્રજાજનો રાખી રહ્યાં છે.

(તસ્વીરઃ પરેશ ફલિયા)

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00