મહિસાગરમાં રાતોરાત તૈયાર કરાયેલા હેલિ૫ેડ પર હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ખેડૂતોએ ન ઉતરવા દીધુ / જેટ એરવેઝ છેલ્લા ૭ વર્ષમાં બંધ થનારી ૬ઠ્ઠી એરલાયન્સઃ વીસ હજાર જેટલા કર્મચારીઓના ભવિષ્ય પર લટકતી તલવાર / સાબરમતી નદીમાંથી મળી આવી જુની ૧૩ લાખ રૃપિયાની ચલણી નોટો /

નવાનગર બેંકની નાના થાપણદારોને વધુ વળતર આપતી ખાસ થાપણ યોજના

જામનગર તા. ૧૧ઃ જામનગરની  અગ્રગણ્ય સહકારી બેંક ધી નવાનગર કો-ઓપરેટવ બેંક લિ. જામનગરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા નાના થાપણદારોને વધુ વળતર મળે તે માટે એક ખાસ થાપણ યોજના અમલમાં મૂકેલ છે. આ યોજના મુજબ કોઈપણ થાપણદાર ઓછામાં ઓછા રૃા. ૫૦૦૦ અને રૃા. ૧૦૦૦ ના ગુણાંકમાં મહત્તમ રૃા. ૨૫૦૦૦ ની થાપણ છ  માસથી એક વર્ષના સમયગાળા માટે બાંધી મુદ્દતની થાપણ મૂકે તો હાલ મળવાપાત્ર વ્યાજ કરતા અડધો ટકો વધુ એટલે કે ૭.૦૦% વ્યાજ મળવાપાત્ર છે. સિનિયર સિટીઝન હોય તો તેને આ ઉપરાંત અડધો ટકો વધુ વ્યાજ આપવામાં આવે છે. આ યોજના ફક્ત એક માસ એટલે કે તા. ૦૧-૦૨-૨૦૧૯ થી તા. ૨૮-૦૨-૨૦૧૯ ના સમય માટે જ અમલમાં મૂકવામાં આવી છે.

નાના થાપણદારોના હિતને ધ્યાનમાં રાખી તેને વધુ વળતર મળે તે માટે બેંકના બોર્ડ દ્વારા એક આવકારદાયક પગલું ભરેલ હોય, આ યોજનાનો મહત્તમ લાભ લેવા જામનગરની પ્રજાને બેંકના ચેરમેનશ્રી/મેનેજિંગ ડાયરેક્ટર તથા સમગ્ર બોર્ડ દ્વારા આગ્રહ ભર્યો અનુરોધ કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription