સોનિયા ગાંધી કાર્યવાહક અધ્યક્ષ બનતા જ કોંગ્રેસમાં સક્રિયતાનો સંચારઃ કાર્યાલયો ધમધમ્યા

નવી દિલ્હી તા. ૧૪ઃ સોનિયા ગાંધીને કોંગ્રેસના કાર્યવાહક પ્રમુખ બનાવાયા પછી કોંગ્રેસમાં સક્રિયતાનો સંચાર થયો છે અને કોંગ્રેસના કાર્યાલયો ધમધમવા લાગ્યા છે. કાશ્મીરના મુદ્દે પણ કોંગ્રેસે સરકાર વિરોધી સ્ટેન્ડ લીધું છે અને મોદી સરકાર સામે સવાલો ઊઠાવ્યા છે. કોંગ્રેસે કલમ-૩૭૦ હટાવ્યા પછી કેદમાં રાખેલા કાશ્મીરના નેતાઓને મુક્ત કરવાની માંગણી પણ ઊઠાવી છે.

સુપ્રિમ કોર્ટનો સરકારને સમય આપવાની જરૃર જણાવી હસ્તક્ષેપ કરવાનો ઈન્કારઃ કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર

સોનિયા ગાંધીને કાર્યવાહક અધ્યક્ષ બનાવતા જ કોંગ્રેસમાં સક્રિયતાનો સંચાર થયો છે. સોનિયા ગાંધીને દેશભરના કોંગીનેતાઓ સતત અભિનંદન આપતા સંદેશ પાઠવી રહ્યા છે અને ફોન પર પણ આવકાર આપી રહ્યા હોવાનું કહેવાય છે. કોંગ્રેસના કાર્યાલયો ફરીથી ધમધમવા લાગ્યા છે. સોનિયા ગાંધીના નિવાસસ્થાને અને પાર્ટીના કોષાધ્યક્ષ અહેમદભાઈ પટેલના કાર્યાલયમાં પણ હલચલ વધી ગઈ છે. કોંગ્રેસમાં નેતૃત્વનો શૂન્યવકાશ સમાપ્ત થયો હોય તેમ કોંગ્રેસમાં નવસંચાર જોવા મળી રહ્યો છે, જો કે સોનિયા ગાંધીને કાર્યવાહક પ્રમુખ બનાવાય છે, પરંતુ કોંગ્રેસમાં આવેલી સક્રિયતા જોતા તેને જ કાયમી ધોરણે આપવા આગામી મુદ્ત માટે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે તેવી સંભાવના વધી ગઈ છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશની કોંગ્રેસમાં ઉત્સાહ વધ્યો છે  અને હવે ભાજપાને પડકાર ફેંકી શકાશે તેવી આશા ઊભી થઈ રહી છે. કોંગ્રેસના નેતાઓમાં આવેલા સંચારનું કારણ સોનિયા ગાંધી અને તેમની ટીમની કાર્યશૈલી છે. પરિપકવતા અને બહોળા રાજકીય અનુભવના કારણે સોનિયા ગાંધી કોંગ્રેસને હતાશામાંથી બહાર કાઢીને  ફરીથી ચેતનવંતી બની શકશે, તેવું વિપક્ષી નેતાઓ પણ માની રહ્યા છે.

આ પહેલા પણ વર્ષ ૧૯૯૦ થી ર૦૦૦ વચ્ચેના દાયકામાં જ્યારે કોંગ્રેસમાં નેતૃત્વની સમસ્યા ઊભી થઈ હતી, ત્યારે સોનિયા ગાંધીને કોંગ્રેસનું નેતૃત્વ સંભાળવા મહામુશ્કેલીથી મનાવાયા હતાં, પરંતુ નેતૃત્વ સંભાળ્યા પછી તેમણે વાજપેયી યુગ દરમિયાન સંઘર્ષ કરીને પાર્ટીને બેઠી કરી હતી અને વર્ષ ર૦૦૪ માં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએની સરકાર રચી શકાઈ હતી, અને દસ વર્ષ પછી દેશનું શાસન ચલાવ્યું હતું. રાહુલ ગાંધીએ નેતૃત્વ છોડી દીધા પછી કોંગ્રેસમાં ઊભો થયેલો નેતૃત્વનો શૂન્યાવકાશ આથી દૂર થયો છે.

મજબૂત વિપક્ષ તરીકે રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ધરાવતી કોંગ્રેસ જ મોદીયુગમાં ભૂમિકા અદા કરી શકે છે, તેથી કોંગ્રેસને મજબૂત કરવામાં ફરીથી વૃદ્ધવયે સોનિયા ગાંધીએ અંતે સહમતી આપી તેથી પાર્ટીમાં ઉત્સાહ વધ્યો છે.

કાશ્મીરના પ્રશ્ને પ્રારંભમાં કોંગ્રેસમાં બે પ્રકારના સૂર સંભળાયા હતાં અને કલમ-૩૭૦ નાબૂદ કરવાને લઈને પાર્ટી દ્વિધામાં હોય, તેમ જણાતું હતું, પરંતુ સોનિયા ગાંધીએ નેતૃત્વ સંભાળતા જ કોંગ્રેસે ચોક્કસ સ્ટેન્ડ લીધું છે, અને મોદી સરકારે બંધારણ વિરોધી કદમ ઊઠાવ્યું હોવાનું વલણ લીધું છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કલમ-૩૭૦ હટાવવાના મોદી સરકારના કદમને ગેરબંધારણીય ગણાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા આનંદ શર્માએ વિપક્ષને વિશ્વાસમાં લેવા અને વિપક્ષી નેતાઓને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈને ત્યાંના લોકો સાથે સંવાદ કરવાની અનુમતિ આપવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ પણ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને જવાબ આપતા કહ્યું હતું કે, તેમને કાશ્મીરની મુલાકાત માટે વિમાનની જરૃર નથી, પરંતુ વિપક્ષોના પ્રતિનિધિ મંડળને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવા માટે રાજ્યપાલ સુરક્ષિત વ્યવસ્થા કરે. ભાજપના સુબ્રમણ્યમ્ સ્વામીએ કહ્યું કે રાહુલ ગાંધીને ડર સતાવી રહ્યો છે.

કોંગ્રેસે ફારૃખ અબ્દુલ્લા, મહેબુબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહિતના નેતાઓને મુક્ત કરી દેવા પણ માંગણી ઊઠાવી છે. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ સહિતના નેતાઓએ એવી ટીકા પણ કરી છે કે મોદી સરકારે કલમ ૩૭૦ હટાવીને આખા દેશને મુશ્કેલીમાં મૂકી દીધો છે.

ગઈકાલે સુપ્રિમ કોર્ટે સ્થિતિ સામાન્ય કરવા માટે સરકારને સમય આપવો જોઈએ, અને તેના પર ભરોસો રાખવો જોઈએ તેમ જણાવી હાલતુરંત હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરીને બે સપ્તાહ પછી સુનાવણી રાખી છે. આ અરજી કોંગી નેતા તેહસીન પુનાવાલાએ કરી હતી. આ  કારણે હવે મોદી સરકારને બે સપ્તાહની મુદ્ત મળી ગઈ છે, તો બીજી તરફ કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધોનો વિરોધ પણ વધી રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription