જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

જાંબુડા-સચાણા વચ્ચેથી ઓવરલોડ રેતી ભરી જતાં છ ડમ્પર ડીટેઈન

જામનગર તા.૧૧ ઃ જામનગરના જાંબુડા-સચાણા માર્ગ પરથી ગઈરાત્રે એલસીબીએ ઓવરલોડ રેતી ભરીને જતાં છ ડમ્પર કબજે કરી વધુ તપાસ માટે ખાણખનીજ ખાતાને જાણ કરી છે. જામનગરની સ્થાનિક ગુન્હાશોધક દ્વારા ગઈકાલે રાત્રે જાંબુડાના પાટિયાથી સચાણા વચ્ચેના માર્ગ પર પેટ્રોલિંગ કરવામાં આવતું હતું ત્યારે ત્યાંથી પસાર થયેલા રેતી ભરેલા છ ડમ્પર પસાર થતા તેઓને રોકવામાં આવ્યા હતા.

આ વાહનો પૈકીના અમૂક ડમ્પરમાં લાલ રેતી જોવા મળી હતી. એલસીબીએ તેના ચાલકોને વજન સહિતના કાગળો બતાવવા માટે કહ્યા પછી તમામ ડમ્પર ઓવરલોડ હોવાનું જણાઈ આવતા હાલમાં એલસીબીએ આ વાહનો કબજે કરી વધુ તપાસ માટે ખાણખનીજ ખાતાને જાણ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription