બાળકોના જન્મદરની દૃષ્ટીએ ભણેલી મહિલાઓ-અભણ મહિલાઓ સમાનઃ સર્વે

નવી દિલ્હી તા. ૧૩ઃ એક સર્વે મુજબ બાળકોના જન્મદરને નિયંત્રિત રાખવામાં ભણેલી-ગણેલી મહિલાઓ તથા તરૃણ અભણ મહિલાઓમાં સમાન સ્થિતિ જોવા મળી છે, જ્યારે અલ્પશિક્ષિત મહિલાઓ વધુ સંતાનો ધરાવે છે.

અધૂરા જ્ઞાન કરતાં તો અજ્ઞાન સારૃં એવો એક વિચાર પ્રચલિત છે. આ વિચારને સમર્થન મળે તેવો એક સર્વે બહાર આવ્યો છે. આ સર્વે પરિવાર નિયોજનને લઈને મહિલાઓમાં જાગૃતિના વિષય પર થયો હતો.

મહિલાઓમાં શિક્ષણ અને બાળકોના જન્મદર અંગે કરવામાં આવેલા સર્વેમાં એવા તારણો નીકળ્યા છે કે, નિષ્ણાતો પણ વિચારતા થઈ ગયા છે. સામાન્ય રીતે જન્મદર ઓછો રાખવા માટે મહિલા શિક્ષણનો વ્યાપ વધુ હોય, તે જરૃરી હોવાનું મનાય છે. શિક્ષિત મહિલાઓ નાનુ કુટુંબ રાખીને જિંદગીને વધુ સુખી અને સંતાનોના ભવિષ્યને વધુ સુરક્ષિત કરી શકાય છે, તેની સમજ સરળતાથી કેળવી શકતી હોય છે, તેથી ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં કન્યા કેળવણી માટે વિશેષ ઝુંબેશ ચલાવાય છે, અને કન્યાઓનો ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ ઉપરાંત પણ કેટલીક સુવિધાઓ અપાતી હોય છે.

દેશભરમાં કરાયેલા આ સર્વેમાં મહિલાઓની પ્રજનન ક્ષમતાના ક્ષેત્રે સમાનતા જોવા મળી છે. અભણ મહિલાઓમાં બાળકોના પ્રજનનની સ્થિતિ વધુ ભણેલી મહિલાઓ જેવી જોવા મળી હતી જ્યારે ઓછું ભણેલી મહિલાઓએ વધુ બાળકોને જન્મ આપ્યો હોવાનું તારણ નીકળતા પરિવાર નિયોજન અને આરોગ્ય ક્ષેત્ર જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના નિષ્ણાતો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે.

જન્મદર ઘટાડવા એટલે કે, ઓછા બાળકોને જન્મ આપવા માટે દેશમાં પરિવાર કલ્યાણ કાર્યક્રમ ચલાવાઈ રહ્યો છે, જેને કુટુંબ નિયોજન પણ કહે છે. કુટુંબ નિયોજન હેઠળ એક કે બે બાળકોને જ જન્મ આપીને પછી કુટુંબ નિયોજનના ઓપરેશન કે નસબંધી દ્વારા વધુ સંતાનોનો જન્મ થતો એટલે કે ગર્ભધારણ થતું જ અટકાવી શકાય છે. આ માટે પરિવાર કલ્યાણ વિભાગ પ્રોત્સાહક યોજનાઓ ચલાવે છે અને આ માટે વિશેષ કેમ્પો પણ યોજાતા હોય છે.

પરિશ્રમપૂર્વક થયેલા એક સર્વે મુજબ ભણેલી ગણેલી મહિલાઓ સરળતાથી કુટુંબ નિયોજન સ્વીકારી લેતી હોય છે, પરંતુ અભણ મહિલાઓ પણ પ્રજોત્પતિની દૃષ્ટિએ ભણેલી-ગણેલી મહિલાઓ જેવી જ પુરવાર થઈ છે, જ્યારે બે કે તેથી વધુ બાળકો ધરાવતી મહિલાઓની સંખ્યામાં સૌથી વધુ મહિલાઓ અલ્પશિક્ષિત એટલે કે ઓછું ભણેલી હતી.

વર્ષ-ર૦૧૬ અને વર્ષ-ર૦૧૭ માં આ જ પ્રકારના સર્વેમાં આવેલા તારણોને લઈને ચિંતનો અને ચર્ચાઓ થઈ રહ્યાં છે. તાજેતરમાં કરવામાં આવેલા સર્વે મુજબ ગ્રેજ્યુએટ કેતેથી વધુ ભણેલી મહિલાઓમાં સરેરાશ એક બાળક, ઉચ્ચતર માધ્યમિક સુધી ભણેલા બાળકોમાં સરેરાશ બે બાળક અને માધ્યમિક સુધી ભણેલી મહિલાઓમાં બે થી ત્રણ બાળક અને માધ્યમિકથી ઓછું પ્રાથમિક શિક્ષણ મેળવેલી મહિલાઓમાં ત્રણથી વધુ બાળકોનું પ્રમાણ જોવા મળ્યું હતું.

આશ્ચર્યજનક રીતે ક્યારેય શાળાએ જ ન ગઈ હોય, તેવી મહિલાઓમાં બાળ જન્મદરનું પ્રમાણ બે થી ત્રણ વચ્ચેનું જ રહ્યું હતું. એટલે કે, અભણ મહિલાઓ કરતા ઓછું ભણેલી મહિલાઓમાં બાળ જન્મદર હતો.

ટકાવારીની દૃષ્ટિએ ઉચ્ચકક્ષા સુધી ભણેલી ગણેલી મહિલાઓમાં બાળ જન્મદર ૧.૪ ટકા, ધો. ૧ર થી સ્નાતક સુધીની મહિલાઓનો જન્મદર ૧.૮ ટકા, એસ.એસ.સી. સુધી ભણેલી મહિલાઓમાં જન્મદર ર ટકા અને માત્ર પ્રાથમિક શિક્ષણ લીધેલી મહિલાઓમાં ર.૭ ટકા રહ્યો છે. જ્યારે અભણ મહિલાઓમાં જન્મદર ર.ર ટકા જ રહ્યો છે.

આ સર્વેની ટકાવારી તથા સરેરાશ બાળકોની સંખ્યાના અટપટા આંકડાઓમાં બીજું કાંઈ ન સમજાય, તો પણ એટલું તો જરૃર જાણી શકાય છે કે, ભણેલી ગણેલી મહિલાઓ અને અભણ મહિલાઓ કરતા અલ્પશિક્ષિત મહિલાઓમાં બાળ જન્મદરનું પ્રમાણ વધુ છે. એવી માન્યતા છે કે, અંધશ્રધ્ધા, સામાજિક પરંપરાઓ અને માન્યતાઓના લીધે વસ્તી નિયંત્રણ માટે મહિલાઓમાં વધુ સંતાનો પ્રાપ્ત કરવાની માનસિકતા હોવાથી શિક્ષિત મહિલાઓને પરિવાર કલ્યાણ માટે સરળતાથી સમજાવી શકાય છે, પરંતુ આ કથિત સર્વે પછી અભણ મહિલાઓ પણ શિક્ષિત મહિલાઓની સમકક્ષ જણાતા તેના કારણો શોધવા પડે તેમ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription