ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

શ્રી સમસ્ત સત્તવારા સમાજ જામનગર સ્નેહમિલન યોજાયું

જામનગર તા. ૧૧ઃ તાજેતરમાં શ્રી સમસ્ત સત્તવારા સમાજ જામનગર જિલ્લાનું સંવત૨૦૭૫ ના વર્ષનું સ્નેહ મિલન સમસ્ત સત્તવારા સમાજની વાડી, પોટરી ગલી, જામનગરમાં યોજાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ભનુ બાપા, સંત શ્રી દેવશીબાપા તથા ટ્રસ્ટીઓના હસ્તે દિપ પ્રાગટ્ય વડે કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ત્યાર પછી સંસ્થાના અંકના તંત્રી મગનભાઈ પરમાર દ્વારા ગણેશ સ્તુતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. સંસ્થાના મંત્રી ભગવાનજીભાઈ ખાણધર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.

સમાજના પ્રમુખ ભનુભાઈ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્નેહ મિલન સંત દેવશીબાપા, ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા, સમાજના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ કણઝારીયા, ભાણજીભાઈ કટેશીયા, કરશનભાઈ પરમાર, પૂર્વ ડે. મેયર મનસુખભાઈ ખાણધર, ડો.આર.ડી.રાઠોડ, લખુભાઈ નકુમ,  અરજણભાઈ કણજારીયા, કોર્પોરેટર ભનજીભાઈ ખાણધાર, યોગેશભાઈ કણઝારીયા, સોશ્યલ ગ્રુપના પ્રમુખ શ્યામભાઈ કણઝારીયા, ગોકુલનગર સમાજના પ્રમુખ ગોકળબાપા, ડો.ડાભી, નિલેશભાઈ પરમાર, તાલુકા સદસ્ય બી.ટી.પરમાર, સમાજના મહિલા સંગઠનના પ્રમુખ દિવ્યાબેન નકુમ, કન્યા છાત્રાલય પ્રમુખ પી.ડી.પરમાર, હસમુખભાઈ કણઝારીયા, જિલ્લા સદસ્ય શાંતિલાલ પરમાર, સમાજના મંત્રી ભગવાનજીભાઈ ખાણધર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા તથા કાર્યક્રમના અધ્યક્ષ ભનુબાપાએ પ્રાસંગિક પ્રવચનમાં સમાજના શિક્ષણ અને સંગઠનનું મહત્ત્વ જણાવી એકતાના માધ્યમથી રાજકીય શક્તિ કેળવવાનો સંદેશ આપ્યો હતો. આ તકે પૂર્વ પ્રમુખ કરશનભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ કણઝારીયા, પૂર્વ ડે.મેયર મનસુખભાઈ ખાણધર તથા તમામ આગેવાનોએ સમાજને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

સંત દેવશીબાપાએ આર્શીવચન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજના સહખજાનચી વિમલભાઈ સોનગ્રા તથા પી.પી.પરમારે કર્યું હતું. સ્ટેજ વ્યવસ્થાપન હરીષભાઈ ધારવીયાએ કર્યું હતું.

કાર્યક્રમના અંતિમ ચરણમાં ભોજન સમારંભ યોજાયો હતો. તેમજ ભોજન સમારંભની વ્યવસ્થા રસોડા સમિતિના સહ ખજાનચી રામજીભાઈ રતિલાલ, સભ્ય ડાયાભાઈ કટેશીયા, નારણભાઈ મકવાણા, પ્રવિણભાઈ કટેશીયા વગેરે સંભાળી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription