જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

તેડી જવા આવેલા પતિની બળજબરીથી પત્નીએ ગોળીઓ ગળી

જામનગર તા. ૧૫ઃ જામનગરના એક પરિણીતા પતિના ત્રાસથી કંટાળી પિયર ચાલ્યા આવ્યા પછી તેડવા આવેલા પતિએ બળજબરી કરતા આ પરિણીતાએ ગોળીઓ ગળી લીધી છે. સારવારમાં ખસેડાયેલી પરિણીતાની ફરિયાદ સામે ગુન્હો નોંધાયો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૪૫માં ગણેશ ફળીમાં રહેતા પૂનમબેન વિપુલભાઈ (ઉ.વ. ૩૨) નામના પરિણીતા સોમવારની બપોરે પોતાના ઘેર હતાં ત્યારે ત્યાં આવેલા પતિ વિપુલભાઈ નાથાભાઈ મકવાણાએ તુ ઘેર ચાલ તેમ કહી દબાણ કરતા પૂનમબેને સાસરે પરત ફરવાનો ઈન્કાર કર્યો હતો. તેથી ઉશ્કેરાટમાં આવેલા વિપુલે ગાળો ભાંડતા નાસીપાસ થઈ ગયેલા પૂનમબેને ઘરમાં પડેલી માથાના દુખાવાની ચોવીસ જેટલી ગોળીઓ એકસાથે ગળી લીધી હતી. જેની અસર થતા ઉલટીઓ થવા લાગી હતી.

આ પરિણીતાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા પછી પોલીસને જાણ કરાતા સિટી 'એ' ડિવિઝનના પીએસઆઈ વાય.એસ. ગામીત દોડી આવ્યા હતાં. તેઓની સમક્ષ પૂનમબેને નિવેદન આપતા જણાવ્યું છે કે તેણીના લગ્ન વિપુલ સાથે થયા પછી અવારનવાર શરાબનો નશો કરી ઘેર આવતો પતિ શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હોય પોતે બે મહિના પહેલાં પિયર ચાલ્યા આવ્યા હતાં જ્યાં તેડી જવા આવેલા પતિએ કરેલા વર્તનથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ બાબતની મહિલા પોલીસ સ્ટેશનમાં પૂનમબેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૩૦૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription