જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

દ્વારકાના શંકરાચાર્યે અયોધ્યા કૂચ અને શિલાન્યાસના કાર્યક્રમો મોકૂફ રાખ્યા

દ્વારકા તા. ૧૮ઃ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામિ સ્વરૃપાનંદજીના નેતૃત્વમાં યોજાનાર અયોધ્યા કૂચ માટે રામાગ્રહ યાત્રા અને રામમંદિર શિલાન્યાસનો કાર્યક્રમ મોકૂફ રખાયો હોવાનું શ્રી સદાનંદ સરસ્વતીજીએ એક નિવેદન કરીને જાહેર કર્યું છે.

સ્વામી સદાનંદ સરસ્વતી, શ્રી શારદાપીઠમ્-દ્વારકાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૃપાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી પુલવામાની ઘટના પછી દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણી પૂર્વથી પ્રસ્તાવિત અને પરમધર્મ સંસદ ૧૦૦૮ દ્વારા ઉદ્ધોષિત અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ રામાગ્રહ યાત્રા અને શિલાન્યાસના કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યા છે.

આ ઘોષણા જ્યોતિષ્પિઠ અને દ્વારકા શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૃપાનંદ સરસ્વતીજી મહારાજે કાશીના શ્રી વિદ્યામઠમાં યાત્રાના સંયોજક સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીના માધ્યમથી જારી પ્રેસ વિજ્ઞપ્તિમાં કરી છે. પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ કાલે બી.એચ.યુ.ના સરસુંદરલાલ હોસ્પિટલમાં આઈ.સી.યુ.માંથી કાશીના કેદારઘાટમાં સ્થિત શ્રીવિદ્યામઠમાં આવ્યા હતાં અને ગઈકાલે રામાગ્રહ યાત્રામાં ભાગ લેવા માટે પ્રયાગ જવાના હતાં.

સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે પૂજ્ય શંકરાચાર્યજી મહારાજે પ્રયાગ જવા માટે તૈયાર થયા હતાં. તેમના સ્વાસ્થ્યના કારણે યાત્રા સ્થગિત કરવા અથવા યાત્રાના સ્વરૃપમાં બદલાવ કરવાનું પ્રાર્થના કરવા છતાં પૂજ્ય મહારાજશ્રી અયોધ્યા જવા માટે તૈયાર હતાં. એના પ્રમુખ શિષ્ય અને સહયોગીઓ સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ, બ્રહ્મચારી સુબુદ્ધાનંદજી અને ડો. શ્રીપ્રકાશ મિશ્ર વગેરે સાથે મળીને ટેલિવિઝનમાં પુલવામાની ઘટના અને એના પછી દેશની પરિસ્થિતિઓને ધ્યાનમાં લાવ્યા, ત્યારપછી તે શાંત થયા અને થોડીવાર મૌન પછી વારાણસીના જિલ્લાધિકારી શ્રી સુરેન્દ્ર સિંહજીએ આ જ નિવેદન કર્યું તો પૂજ્યશ્રીએ કહ્યું કે હું દેશની સાથે છું.

અખાડા પરિષદના અધ્યક્ષ સ્વામી નરેન્દ્ર ગિરિજીને પણ પત્ર લખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેલિફોન કરીને આ આશયનો અનુરોધ કર્યો. આ પછી અનંતશ્રીવિભૂષિત પૂજ્ય શંકરાચાર્યજીએ કહ્યું કે કદાચિત શ્રીરામજન્મભૂમિને સંદર્ભમાં જે નિર્ણય મેં લીધેલ છે તે સામાજિક અને આવશ્યક છે. તથાપિ આ આકસ્મિક પરિસ્થિતિને કારણે યાત્રાને ટૂંક સમય માટે સ્થગિત કરવાનું નિર્ણય લીધો છે.

એમને બતાવ્યું કે રામાગ્રહ અને શિલાન્યાસ કાર્યક્રમ એટલે માટે જરૃરી છે કે વર્તમાનમાં કેન્દ્ર સરકારે ઉચ્ચત્તમ ન્યાયાલયથી અનુરોધ કર્યો છે કે અધિગ્રહીત ભૂમિમાં વિવાદિત ભૂમિ એના મૂળ માલિકોને પરત કરવુીજોઈએ. જેથી આમાં મંદિર નિર્માણના કાર્ય આરંભ થઈ શકે. ઉચ્ચત્તમ ન્યાયાલયે કેન્દ્ર સરકારની આ અરજીને મૂલ વાદથી જોડી દીધી છે. આ કદમથી આ ભૂમિ હંમેશાં હિન્દુઓના હાથમાંથી ખશકી જવાનું ખતરો ઊભો થઈ ગયો છે. જ્યાં રામલલ્લા વિરાજમાન છે અને જેના લીધે શતાબ્દીયોથી હિન્દુઓએ સંઘર્ષ કર્યો છે અને ન્યાયાલયથી પણ રામજન્મભૂમિ ઘોષિત કરેલી છે. શ્રીરામને મનુષ્ય બુદ્ધિથી જોઈને એના પૂતળા બનાવવાની યોજના તૈયાર કરેલી છે. આ પણ અને શાસ્ત્રીય સનાતનધર્મિઓની ભાવનાથી વિપરીત છે.

બીજી તરફ આજ કાશ્મીરના આતંકવાદી ગતિવિધિઓને દેશમાં યુદ્ધ જેવા વાતાવરણ બનેલું છે. આતંકવાદથી પીડિત અમારા સૈનિકોના પરિવાર અત્યંત વ્યથિત છે. ભારત દેશની રક્ષાને લીધે આપને પ્રાતોત્સર્ગ કરવાવાળા યુવાન સૈનિકોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એના પરિવારજનોની ભાવનાને સાથે છીએ.

આ અવસરે અમે રાષ્ટ્રને સંદેશ આપીએ છીએ કે આ સમય એર સાથે રહીને આતંકવાદીઓ અને એના પાછળ ઊભેલા લોકો વિરૃધ આપની દૃઢતાનો પરિચય આપવાનું છે. અમે આ સંભાવના દેખાય છે કે મારા સમાગ્રહ યાત્રા અને શિલાન્યાસના કાર્યક્રમથી આખા રાષ્ટ્રનો ધ્યાન ભટકી શકે છે.  અમે ઈચ્છતા નથી કે મારા દ્વારા થયેલ કાંઈપણ કાર્યક્રમથી કોઈ પ્રકારની વ્યવધાન ઊભો થાય. અમે સદા દેશવાસીઓની ભાવનાઓ સાથે છીએ. અતઃ અમે વર્તમાન અયોધ્યા શ્રીરામજન્મભૂમિ રામાગ્રહ યાત્રા અને શિલાન્યાસના આપણા કાર્યક્રમ ટૂંક સમય માટે સ્થગિત કરીએ છીએ. અવસરને અનુકૂળ થઈને નૂતન મુહૂર્ત જોયા પછી કાર્યક્રમને ભવિષ્યમાં પૂરૃં કરીશું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription