ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

જખૌના દરિયામાં બાર્જની જળસમાધિઃ સાત ક્રૂ મેમ્બરને બચાવાયાઃ એકની શોધખોળ

ભૂજ તા. ૧પઃ જખૌના દરિયામાં એક બાર્જે ખરાબ હવામાનના કારણે જળસમાધિ લીધી છે, જો કે પોરબંદર કોસ્ટગાર્ડે સાત ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા છે, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે. કચ્છના અરબી સમુદ્રમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલ ગુજરાતના જખૌના દરિયામાં ખરાબ વાતાવરણને કારણે એક બાર્જ ડૂબી ગયું છે. આ બાર્જમાં સવાર ૭ ક્રૂ મેમ્બરને કોસ્ટગાર્ડ ટીમે રેસ્ક્યુ કરી લીધા છે જ્યારે એક ક્રૂ હજી ગુમ છે અને તેની શોધખોળ ચાલી રહી છે. ગઈકાલે મધ્ય રાત્રિએ  પોરબંદર કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. દીવની પ્રભુ સાગર નામની બોટે માંગરોળથી ૩પ નોટિકલ માઈલ દૂર દરિયામાં જળસમાધિ લેતા તેમાં સવાર માછીમારોના જીવ જોખમમાં મૂકાયા હતાં. બોટમાં પાટિયા તૂટી જવાના લીધે પાણી ભરાવા લાગ્યું અને ડૂબવા લાગી હતી. જખૌમાં બનેલી આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ખરાબ હવામાનને કારણે અનેક બાર્જ અને જ્હાજોમાં પાણી ભરાયા છે. હાલ કોસ્ટગાર્ડની ટીમ ભારે જહેમતથી આ બધાને બચાવવાની કામગીરી કરી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription