મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

જામનગરમાં જાહેરમાં તીનપત્તી રમતા ચાર મહિલા સહિત સાત પકડાયા

જામનગર તા. ૨૬ઃ જામનગરના મયુરનગરમાં ગઈકાલે સાંજે દરોડો પાડી ચાર મહિલા તથા ત્રણ શખ્સોને જાહેરમાં ગંજીપાના કૂટતા પકડી પાડ્યા છે જ્યારે જામજોધપુરમાંથી દસ શખ્સો તીનપત્તી રમતા ઝડપાઈ ગયા છે.

જામનગરના પાણાખાણ વિસ્તારમાં આવેલા મયુરનગરની શેરી નં. ૨માં ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ તેમજ વ્યક્તિઓ એકઠા થઈ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના ખીમભાઈ ભોચીયા, લાભુભાઈ ગઢવી, નિર્મળસિંહ બી. જાડેજાને મળતા એલસીબીના સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો.

શંકરટેકરીના સુભાષપરાની શેરી નં. ૨માં રહેતા મંજુબેન મનસુખભાઈ કોળી ઉર્ફે પુગીબેન, નલીનીબેન ઉર્ફે નર્મદાબેન બાબુભાઈ પટેલ, મયુરનગર ૬માં રહેતા રસીલાબેન કિશોરભાઈ કોળી, ગણેશ કેશવજીભાઈ કોળી, દિનેશ સવસીભાઈ કોળી તથા ધરારનગર-૧માં રહેતા સલમાબેન સીરાજભાઈ સુમરા અને સીરાજભાઈ હાજીભાઈ સુમરા નામના સાત વ્યક્તિઓ ત્યાંથી ગંજીપાના કૂટતા મળી આવ્યા હતાં. એલસીબીએ પટ્ટમાંથી રૃા. ૪૨,૫૦૦ રોકડા કબજે કર્યા છે. દરોડા વેળાએ અજય કેશુભાઈ સીતાપરા નામનો શખ્સ નાસી ગયો હતો. આ કાર્યવાહીમાં પીઆઈ આર.એ. ડોડિયા, પીએસઆઈ વી.વી. વાગડિયા, પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ, લક્ષ્મણ ભાટિયા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, શરદ પરમાર, નાનજી પટેલ, દિલીપ તલાવડિયા, ફિરોઝ દલ, ખીમભાઈ ભોચિયા, લાભુભાઈ ગઢવી, મિતેશ પટેલ, ભગીરથસિંહ, હરદીપ ધાધલ, સંજયસિંહ વાળા, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, હીરેન વરણવા, પ્રતાપ ખાચર, સુરેશ માલકિયા, અજયસિંહ ઝાલા, એ.બી. જાડેજા, અરવિંદગીરી, ભારતીબેન ડાંગર સાથે રહ્યા હતા.

જામજોધપુરના સ્મશાન રોડ પર આવેલા એક ઓટલા પાસથી ગઈકાલે રાત્રે જાહેરમાં તીનપત્તી રમતા અમૃતભાઈ બાવનજીભાઈ શાપરીયા, કેતન વિનોદભાઈ પરમાર, અસલમ કાદર કટારીયા, તૌફીક હુસેનભાઈ મકરાણી, પ્રકાશ મુળજીભાઈ પરમાર, હિરેન હરેશભાઈ ચૌહાણ, હિંમત બચુભાઈ ગોહિલ, હસમુખ કરશનભાઈ મકવાણા, રમેશ કરશનભાઈ મકવાણા તથા અજય વિરજીભાઈ સોલંકી નામના દસ શખ્સો પોલીસના શકંજામાં આવી ગયા હતાં. પટ્ટમાંથી રૃા. ૭૦૪૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription