દ્વારકા જિલ્લાના સાત પ્રાથમિક શિક્ષકો ૪-૫ વર્ષથી ગેરહાજરઃ છુટા કરવા થશે કાર્યવાહી

ખંભાળીયા તા. ૧૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત શિક્ષકો ચાર-પાંચ વર્ષથી ગેરહાજર છે અને તેને ત્રણ-ત્રણ નોટીસો આપ્યા પછી પણ જવાબ નહીં આપતા હોવાથી તેઓને છુટા કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ગામડાઓમાં કામ કરતા શિક્ષકોમાંથી અમૂકને પ્રાથમિક શિક્ષકની નોકરી કરતા બીજી સારી નોકરી મળે તો ત્યાં જોડાઈ જાય અને અહીં ગે.હા. રહીને પગાર લે તેવું ઘણા શિક્ષકો કરતા હોય અગાઉના જિ.પ્રા.શિ. દવેએ કડક પગલા  ભરતા ૧૦ જેટલા શિક્ષકોએ રાજીનામા આપ્યા હતા. તે પછી હાલના જિ.શિ.પ્રા. ભાવસિંહ વાઢેર દ્વારા શિક્ષકો સામે કડક કાર્યવાહી શરૃ કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેહ પ્રા.શા.ના પરમાર મોનીકાબેન એમ., કલ્યાણપુરના કેનેડી કન્યા શાળાના ધાધલિયા સુરેશભાઈ, દાત્રાણા પ્રા. શાળાના પટેલ પાયલબેન પ્રવીણભાઈ, ગોપીયાણી પ્રા.શા.ના શિક્ષિકા જાની ઉજાશબેન એસ., ભરાણા પ્રા.શા.ના શિક્ષિકા પરમાર ભૂમિતાબેન પી., સોઢા તરઘડી પ્રા.શા.ના ચોવટીયા એકતાબેન આર. તથા વિંઝલપર પ્રા.શા.ના ડોબરીયા ભીખાભાઈનો સમાવેશ થાય છે. જેઓ લાંબા સમયથી ગેરહાજર છે.

નવાઈની વાત એ છે કે કેટલાક શિક્ષક તો ૨૦૧૪ અને ૧૫થી ચાર પાંચ વર્ષથી ગેરહાજર રહે છે તો અમૂક તો વિદેશ ચાલી ગયા હોવાનું પણ કહેવાય છે તો અમૂક અન્ય જગ્યાએ નોકરી કરતા હોવાનું પણ મનાય છે.

જિ.પ્રા.શિ.ભાવસિંહ વાઢેરે એક મુલાકાતમાં જણાવ્યું કે નિયમ મુજબ સતત એક વર્ષ સુધી ગેરહાજર રહે તો નોકરીમાંથી છૂટા કરવા પડે પણ આ સાત પ્રકરણમાં ટી.પી.ઓ.કે.ની તથા નિયમ મુજબ ત્રણ-ત્રણ નોટીસો આપવા છતાં પણ કોઈએ હાજર થવા તસ્દી લીધી નથી. આથી જાહેર નોટીસ પ્રસિદ્ધ કરીને સાત દિવસમાં રૃબરૃ ખુલાસો કરવા જણાવેલું પણ તેમાં પણ કોઈ ના આવતા તેમની નોકરીની ફરજ સમાપ્તીની કાર્યવાહી હાથ ધરશે.

આ શિક્ષકો ચાર-પાંચ વર્ષથી ફરજ પર ના આવતા હોય તેઓની સંખ્યા હાલની શાળામાં હોય નવા શિક્ષકો પણ ના ફાળવાય તથા આ શિક્ષકો આવે નહીં તો વિદ્યાર્થીને પણ નુકસાન થાય. અગાઉ સરકારના અધિકારીઓ સાથે સેટીંગ કરીને ભેગી હાજરી પૂરી કરીને ડબલ નોકરીના કૌભાંડ ચાલતા હતા. જેમાં તંત્ર કડક થતા દસ રાજીનામા આવ્યા હતા તેમ હવે તંત્ર કડક થતા જગ્યા ખાલી થશે જે કાયદેસર ભરાશે. જો કે છેક ૨૦૧૪-૧૫ના વર્ષથી ખાલી પડેલી જગ્યાઓ સામે હવે નોટીસો આપીને છૂટા કરવાની કાર્યવાહી થતા તંત્ર ઢીલું કેટલું છે તે પણ ચર્ચાસ્પદ બન્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription