જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

જામજોધપુરમાં જુગારના બે દરોડામાં સાત શખ્સો, ચાર મહિલા પકડાયા

જામનગર તા. ૧૦ઃ જામનગરના સિક્કા તેમજ જામજોધપુર અને નવાનાગનામાં પોલીસે દરોડા પાડી કુલ ચૌદ શખ્સો તથા ચાર મહિલાઓને ગંજીપાના કુટતા પકડી પાડ્યા છે જ્યારે એક શખ્સ નાસી છુટ્યો છે. પટ્ટમાંથી રોકડ તથા ત્રણ બાઈક મળી રૃા. પોણા લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામનગરના તાલુકાના સિક્કામાં ગઈકાલે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં લીલા બંગલાવાળી ગલીમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા ગઈકાલે સાંજે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી આમીન મામદ ગંઢાર, અઝીઝ જાકુબ લોરૃ, જાકુબ કરીમ સુંભણીયા, ફારૃક કાસમ સંઘાર નામના ચાર શખ્સો ગંજીપાના કુટતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૦,૭૭૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુરમાં જાહેરમાં જુગાર રમતા રાજેન્દ્ર પરસોત્તમભાઈ કાલરીયા, રમેશ મગનભાઈ ખાંટ, વલ્લભભાઈ ભુરાભાઈ કાલરીયા, રાજેશ મોહનભાઈ કોળી, ગની ઉર્ફે રમેશભાઈ પરસોત્તમ રાબળીયા તથા કાન્તિલાલ ગોવિંદભાઈ પટેલ નામના છ શખ્સોને પોલીસે પકડી ગંજીપાના તથા રૃા. ૧૦,૨૯૦ રોકડા ઝબ્બે લીધા છે.

જામજોધપુરના પીપળેશ્વર મંદિર પાસેથી જશુબેન અલ્પેશભાઈ ગોસ્વામી, કાન્તાબેન દયાગીરી મેઘનાથી, રસીલાબેન જેન્તિગર અપારનાથી, અમાબેન જગદીશગીરી મેઘનાથી તથા કમલેશ ખોડાભાઈ કોળી નામના ૫ વ્યક્તિઓને પોલીસે જાહેરમાં તીનપત્તી રમતા પકડી રૃા. ૧૯૧૦ રોકડા તથા ગંજીપાના કબજે કર્યા છે.

જામનગરના નવાનાગના વિસ્તારમાંથી શનિવારે રાત્રે નાનજીભાઈ ગોકળભાઈ કણઝારીયા તથા અશોક રતિભાઈ રાઠોડ નામના બે શખ્સોને રોનપોલીસ રમતા પકડી લેવામાં આવ્યા છે જ્યારે માધુભાઈ નાથાભાઈ કોળી નાસી ગયા છે. પટ્ટમાંથી રૃા. ૩૧૦૦ રોકડા અને ત્રણ મોટરસાયકલ મળી કુલ રૃા. ૫૩,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription