મયુરનગરમાં રહેણાક મકાનમાંથી જુગાર રમતા સાત ઝડપાયા

જામનગર તા. ૧૪ઃ જામનગરના મયુરનગરમાં આવેલા એક મકાનમાંથી ૫ોલીસે નાલ આપી જુગાર રમતા છ શખ્સો સહિત સાતની ધરપકડ કરી છે જ્યારે જુગારના કુલ ૨૮ શખ્સો પોલીસની ગીરફતમાં આવ્યા છે. મોબાઈલ, રોકડ, બાઈક મળી રૃા. સવા બે લાખનો મુદ્દામાલ કબજે થયો છે.

જામનગરના મયુરનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે એક મકાનમાં કેટલાક શખ્સો નાલ આપી જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા સિટી સી ડિવિઝનના સ્ટાફે ત્યાં આવેલા ધરણાંતભાઈ દેસુરભાઈ ચાવડાના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ શખ્સ ત્યાં ભાડેથી રહેતો હોવાની અને નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ત્યાંથી ધરણાંત ઉપરાંત શૈલેન્દ્રસિંહ કેસરીસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ ભરતસિંહ જાડેજા, હેમત વજસીભાઈ વારોતરીયા, હાર્દિક રાણાભાઈ ગોજીયા, નીતિન મેરામણભાઈ કંડોરીયા તથા ભાવીન પ્રકાશભાઈ પાબારી નામના ૭ શખ્સોને તીનપત્તી રમતા પકડી પાડી પટ્ટમાંથી રૃા. ૪૭,૨૦૦ રોકડા અને સાત મોબાઈલ, બે બાઈક મળી કુલ રૃા. ૧,૬૨,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગરના સુભાષમાર્કેટ પાસે આવેલા વાઘેર વાડામાંથી ગઈકાલે સાંજે જાહેરમાં રોનપોલીસ રમતા જયેન્દ્રસિંહ કેસુભા રાઠોડ, સિદ્ધરાજસિંહ દિનેશસિંહ ચૌહાણ તથા સતિષસિંહ ગુમાનસિંહ રાઠોડ નામના ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડી પટ્ટમાંથી રૃા. ૧૮૦૦ કબજે કર્યા છે.

જામનગરના દરેડ જીઆઈડીસીના પટેલ ચોક પાસેથી ગઈરાત્રે એકાદ વાગ્યે જાહેરમાં તીનપત્તી રમતા પ્રવિણભાઈ જેસાભાઈ કરંગીયા, સાગર મનછારામ દાણીધારીયા, દિપક રાજકુમાર યાદવ, જસ્મીનભાઈ ગોગનભાઈ અકબરી, ઉમેશ ભીમાભાઈ બાબરીયા નામના પાંચ શખ્સોને પોલીસે પકડી પાડી રૃા. ૧૦,૪૭૦ ઝબ્બે લીધા છે.

ધ્રોલ તાલુકાના મોડપર ગામમાં ગઈરાત્રે એક વાગ્યે પોલીસે દરોડો પાડી નારાયણભાઈ ગોવિંદભાઈ ભીટોલ, રાજુભાઈ આલાભાઈ, અરવિંદ હરીભાઈ ચૌહાણ, વિનોદ ધનજીભાઈ ભીટોલ, મુળજીભાઈ પુનાભાઈ તથા અમુભાઈ હરીભાઈ ચૌહાણ નામના છ શખ્સોને તીનપત્તી રમતા પકડી રૃા. ૧૦,૮૪૦ કબજે કર્યા છે.

જોડીયામાંથી ગઈકાલે સાંજે જાહેરમાં કુંડાળુ વળી જુગારની મહેફિલ જમાવીને બેસેલા નરભેરામ બાબુભાઈ અઘેરા, દેવાભાઈ મોહનભાઈ હોથી, ત્રિભુવનભાઈ પરસોત્તમભાઈ હોથી, દામજીભાઈ વાલજીભાઈ પટેલ, મનસુખભાઈ વાલજીભાઈ હોથી, વિરમભાઈ ભુરાભાઈ બરબસીયા તથા ધનજીભાઈ પિતાંબરભાઈ પટેલ નામના સાત શખ્સોને પોલીસે પકડી રૃા. ૩૬,૬૩૫ રોકડા કબજે કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription