ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

સ્વ. એચ.જી.શાહ મે. ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ

જામનગર તા. ૧૧ઃ જામનગરના એચ.જી.શાહ મેમોરીયલ ટ્રસ્ટના સહયોગથી ગોકલદાસ ડી. શાહ ક્રિકેટ રનીંગ ટ્રોફી અંતર્ગત ટ્રસ્ટ દ્વારા સંચાલિત ત્રણેય શાળાઓ વચ્ચે ઈન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ તાજેતરમાં યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં એન.જી.શાહ કુમાર મંદિર ઈ.એમ. ટીમ વિજેતા, માતુશ્રી નવલબેન જી. શાહ ગુજરાતી પ્રાથમિક શાળા રનર્સઅપ ટીમ તથા એન.જી.શાહ કુમાર મંદિર, સેતાવાડ કોન્સોલેશન ટીમ જાહેર કરવામાં આવી હતી.

આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી મેચ બનનારા ચાર ખેલાડીઓ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, અમ્પાયર્સ તથા સ્કોરરને કુલ ૫.૭૬૨ રૃપિયાના રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ તકે મેનેજિંગ ટ્રસ્ટી પ્રવિણભાઈ શાહ, રાજેન્દ્રભાઈ શાહ, ભરતભાઈ શાહ, જતીનભાઈ શાહ, પ્રિન્સીપાલ પરીષાબેન પંડ્યા, તૃપ્તિબેન ઠાકર, ડો.દિલીપભાઈ વ્યાસ, કોમેન્ટેટર તરીકે અશ્વિનભાઈ માલવિયા, પાર્થભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription