ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુક્યોઃ પેવેલીયનની લીધી મુલાકાત / યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રાજીનામું આપ્યું ! વ્હાઈટ હાઉસની બહાર અખબારોની નકલો થઈ ફરતી / વિશ્વ બેંકના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઈન્દિરા નુયીનું નામ આવ્યું મોખરે / સુપ્રીમે મુંબઈના ડાન્સ બારોને આપી શરતી મંજુરીઃ ડાન્સરો પર નોટ ઉછાળી શકાશે નહીં

પતનની ગર્તામાં ધકેલાઇ ગયેલી કોંગ્રેસ માટે પ્રિયંકા હુકમનો એક્કો

અત્યાર સુધી રાજનીતિથી દૂર રહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાની સક્રિયતા યુપી વિધાનસભા ચૂંટણી અંગે વધવા લાગી છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ સતત તમામ જીલ્લાના બ્લોક સ્તરના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. જેમાં તેઓએ નેતાઓને કોંગ્રેસને ઘર-ઘર સુધી લઇ જવાના આદેશ આપ્યા છે. આ પહેલા પ્રિયંકા ગાંધીની સક્રિયતા ફકત અમેઠી અને રાયબરેલીમાં જ હતી.તે પહેલા કોંગ્રેસી વારંવાર પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં લાવાની ડીમાન્ડ કરી રહ્યા છે. પોસ્ટરો પણ લાગ્યા.. માંગણી થઇ, પરંતુ પ્રિયંકા રાજનીતિથી દૂર જ રહી. જોકે હવે એવું બન્યું નહિ છેલ્લા ૧પ દિવસોમાં અમેઠી અને રાયબરેલી ઉપરાંત બીજા જિલ્લાઓના પણ નેતાઓને પ્રિયંકા ગાંધીએ મુલાકાત માટે બોલાવ્યા અને યુપી વિધાનસભા ચૂંટણી અંગે વાત કરી.પોલિટીકલ સ્ટ્રેટજીસ્ટ પ્રશાંત કિશોરના યુપીમાં કોંગ્રેસ માટે ચુંટણી યોજવાની ચર્ચાઓ સાથે જ પ્રિયંકા ગાંધીને યુપીમાં ચેહરા લાવવાની વાતો પણ ફેલાઇ હતી. હવે તેની કોંગ્રેસ નેતાઓની સાથે મુલાકાત બાદ અમેઠી પાછા ચર્ચાઓ વધુ મજબુત બની. પ્રિયંકા ગાંધી વાડ્રાની મુલાકાત બાદ અમેઠી પાછા ફરેલા એક નેતાને નામ ન છાપવાની શરત પર જણાવ્યું કે પ્રિયંકા ગાંધીએ સંદેશ આપ્યો છે કે આ વખતે સંગઠનને વધુ મજબૂત કરીને ચૂંટણી લડવામાં આવે. ગઇ વિધાનસભા ચૂંટણીમાં સંગઠન મજબૂત નહોતું. કોંગ્રેસને ઘર-ઘર સુધી પહોંચાડવા આવે જેથી પ્રજાને કોંગ્રેસ સાથે એક વારી ફરી જોડવામાં આવે અને પક્ષ માટે વિશ્વાસ પેદા કરી શકાય.કોંગ્રેસના અમેઠી જીલ્લાના અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ કહ્યું કે કોંગ્રેસ ઘરે-ઘરે જઇને યુપીએ સરકારના ખોટા વાયદાઓનું સતત કહેશે બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. યોગેન્દ્ર મિશ્રાના જણાવ્યા પ્રમાણે યુપીમાં આ વખતે પ્રિયંકા ગાંધી સક્રિય રહેશે. ઉમેદવારોની પસંદગીમાં પણ તેની ભૂમિકા હશે.જેના પરદાદા સ્વપ્નદ્રષ્ટા જવાહરલાલ નહેરુ હોય, દાદી ભારતને મજબૂત શાસન આપનારા ઇન્દિરા ગાંધી હોય, પિતા દૂરદેશીતા રાજીવ ગાંધી હોય, માતા વર્તમાન ઇન્ડિયન પોલિટિક્સમાં સૌથી પાવરફુલ વુમનની ઇમેજ ધરાવતા હોય, ભાઈ ભવિષ્યના વડાપ્રધાન થવાનો દાવેદાર ગ ણાતો હોય તો તેમાં પ્રિયંકા જેવી લો-પ્રોફાઈલ રહેનાર અને ચૂંટ ણી ટાણે જ પ્રજાને અને મીડિયાને દર્ શન દેનારની પોતાની વિ શેષ ઓળખ શું બને? પ ણ આવું બધું હોવા છતાં પ્રિયંકા ગાંધી-વાઢેર તેની એક આગવી ઓળખ બનાવી છે. જેમાં કોઈકને તેમાં ઇન્દિરા દેખાય છે, તો કોઈકને કોંગ્રેસનું ચૂંટણી સમયનું ટ્રમ્પકાર્ડ, તો કોઈકને કોંગ્રેસના એક ઘરેડના વિચારને તાજગી બક્ષનાર વ્યક્તિ દેખાય છે. પ્રિયંકાની આ વર્સેટાઈલ પર્સનાલીટીવાળી ઇમેજ હજુ પ ણ તેણે તૂટવા દીધી નથી. અને માટે જ આજે પ ણ જયારે એકાદ-બે વર્ષ પછી પ્રિયંકા પ્રજા સામે આવીને અદ્દલ પોલિટીશીયનની જેમ વાયદાઓ કરે છે ત્યારે પ્રજામાં એક પ્રકારનો વિ શ્વાસ ઊભો થાય છે. પ્રિયંકાની ચાર્મ અને તેની સોફટનેસ સૌ કોઈને તેના તરફ આકર્ષે છે. જો કે મોહક વ્યક્તિત્વ હોવા છતાં પ્રિયંકા નામની બ્રાન્ડ એમને એમ જ ચાલી નથી નીકળી. 'મીડિયા લવલી' કહેવાતી પ્રિયંકાએ પોતાની જાતને ઓન કેમેરા રહેતી વખતે સતત સજાગ રાખી છે એટલે જ જયારે દિલ્હી શહેરમાં થયેલા એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે પ્રિયંકાએ ત્યાંના માહોલને અનુકૂળ આવે તેવું ટાઈટ જીન્સ અને ચપોચપ રહે તેવું ટોપ પહેર્યું હતું, તો જયારે ઉત્તર પ્રદે શના ધૂળ ઉડતા ગામડોઓમાં પ્રચાર કરવા નીકળે ત્યારે ઇન્દિરા સ્ટાઈલ કોટન સાડી જ પહેરવાનું મુનાસિબ માન્યું છે.

આમ,પોતાની ઇમેજને સમય-સ્થળ અનુસાર ઢાળીને પ્રિયંકાએ પોતાની એક આગવી ઓળખ બનાવી રાખી છે. તેના માટે રાહૂલની જેમ હવાતિયા નથી મારવા પડ્યા કે નથી કોઈ વિવાદ જન્માવે એવા નિવેદનો કરવા પડ્યા. પ્રિયંકા ગાંધી જયાં પ ણ ગઈ છે ત્યાં એટેન્ શન મેળવી જ લીધુ છે. બીજુ કે તેના લુક સિવાય પ ણ તેનામા રાજકાર ણમાં અનિવાર્ય ગ ણાતા વાકચાતુર્ય સહજતાથી આવેલું હોય તેવું જ ણાઈ આવે છે એટલે જ જયારે ૨૦૦૯ની સામાન્ય ચુંટ ણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ૧૨૫ વર્ષની બુઠ્ઠી કહી હતી ત્યારે પ્રિયંકાએ સામે એવો સવાલ પૂછ્યો હતો કે , *શું નરેન્દ્ર મોદીને હું ઘરડી લાગું છું?*

૧૯૯૯ની સામાન્ય ચુંટ ણી દરમિયાન પ્રિયંકા ગાંધીએ પહેલીવાર ઓફિશીયલી તેની માતા સોનિયા ગાંધીના 'કેમ્પેઈને મેનેજર' તરીકે કામ સંભાળ્યું હતું. આ જ સમયે મીડિયામાં પ્રિયંકા ગાંધીના રાજકાર ણમાં જોડાવાની ચર્ચા પ ણ જોર શોરથી થવા માંડી હતી. જો કે પ્રિયંકાએ ત્યારે જ બીબીસીને આપેલી એક મુલાકાતમાં સ્પષ્ટ કહી દીધું હતું કે, *મારા નિર્ ણયો બાબતે હું સ્પષ્ટ છું. મારા માટે રાજકાર ણ નહી, પણ લોકો મહત્ત્વના છે અને હું રાજકાર ણમાં જોડાયા વિના મારા લોકો માટે બનતું બધું કરી રહી છું.* પ્રિયંકાની આ સ્પષ્ટતા હોવા છતાં આજે પ ણ અનેક વખત પત્રકારો દ્વારા તેને રાજકાર ણમાં જોડાવવા અંગેના સવાલો પૂછાય છે. પ્રિયંકા ભલે રાજકારણમાં પ્રત્યક્ષ રીતે સક્રિય નથી, પ ણ તે ચોક્કસ મેનેજમેન્ટ વિના પ ણ રાહુલ ગાંધી કરતા વધુ સારી રીતે ચુંટ ણી પ્રચાર અને સભા સંબોધન કરી શકે છે. ૨૦૦૪ અને ૨૦૦૯માં પ ણ પ્રિયંકા ગાંધીએ અસરકાર કેમ્પેઈન દ્વારા સોનિયા ગાંધીના વિજયમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જેવાએે પ્રિયંકા ગાંધીના નિવેદનો કે ભાષ ણોને ધ્યાનથી સાંભળ્યા હોય તો ઘટનાઓ આજે પ ણ તાજી થઈ જ શે, જયારે પ્રિયંકાએ હરીફને કરારો જવાબ વાળ્યો હોય!

વર્ષ ૨૦૦૭માં ઉત્તર પ્રદે શની વિધાનસભાની ચૂંટણી વખતે પણ પ્રિયંકા ગાંધીની ભૂમિકા કોંગ્રેસ માટે ઘ ણી મહત્ત્વની બની રહી હતી. આ વખતે રાહુલ ગાંધી રાજયભરમાં પ્રચાર કરવામાં વ્યસ્ત હતો ત્યારે પ્રિયંકાએ પક્ષની અંદર પડેલા તડા ઉકેલવામાં અને ટીકીટોની ફાળવ ણીમાં 'કિ રોલ' ભજવ્યો હતો. જો કે રાજકાર ણમાં ટિકિટોની ફાળવણીની પ્રક્રિયા સુધી સામેલ રહેનાર પ્રિયંકા પોતાના રાજકાર ણના ઇન્વોલમેન્ટના બાઉન્ડ્રીને બહુ સારી રીતે જાળવી રાખી છે એટલે જ જયારે તે પ્રચાર કરવા આવે ત્યારે ફુલટાઈમ પ્રચાર કરી શકે, પરંતુ ચૂંટણીના પરી ણામ આવતા આવતા તેનાથી દૂર પ ણ ખસી જાય. રાજકારણમાં અંદર-બહાર થવાની આ કલા પ્રિયંકાએ બહુ સારી રીતે હસ્તગત કરી લીધી છે. યુપી ઇલેક્શનમાં પ્રિયંકા ગાંધી બહુ જ સરળતાથી ભીડને આકર્ષી શકે છે. આજે પ ણ પ્રિયંકાની રેલીમાં કોઈ પ્રયત્ન વિના લોકો સભામાં આવે છે. જો કે આ બધી પ્રિયંકાના જમા પાસા હોવા છતાં આ વખતના યુપી ઇલેક્ શનમાં બ્રાન્ડ એક્સપર્ટસ્નું માનવું છે કે આવા દર્ શનીય ચહેરા ભીડ તો એકઠી કરી જા ણે પરંતુ તેને વોટમાં તબદીલ કરવાનું મુશ્કેલ છે. તેમના મતે સભામાં આવનાર લોકો માત્ર પ્રિયંકાને જોવા જ આવે છે. આ સિવાય પોલિટીકલ એનાલીસીસ કરનારા તો ત્યાં સુધી કહે છે કે ગ્રાઉન્ડ લેવલ પર પ્રિયંકાની અસર નહીવત રહેશે.

આમ છતાંય પ્રિયંકા ગાંધી જયારે પ્રચારમાં ઉતરશે ત્યારે યુપી ઇલેક્ શનના કવરેજમાં મીડિયા તેને ખાસ્સુ કવરેજ આપવાનું છે. પણ શું ખરેખર પ્રિયંકા ગાંધી એવો કોઈ જાદુ કરી શકે છે જેનાથી રાહુલ અને કોંગ્રેસની નૈયા યુપીમાં પાર થઈ જાય. ભૂતકાળના અનુભવોને અને ચૂંટણીઓને ધ્યાનમાં રાખીએ તો પ્રિયંકાની હાજરીની એવી અસર થતી નથી તે કોઈ કોંગ્રેસી પણ સ્વીકારશે.સામાન્ય લોકો માને છે કે, પ્રિયંકા તેમની દાદી ઇન્દિરા ગાંધી જેવા દેખાય છે. પ્રિયંકાના ચહેરા પર સતત સ્મિત રેલાતું હોય છે. તેઓ આસાનીથી લોકો માટે ઉપલબ્ધ છે. ચહેરા પર ગુસ્સો નથી. હેરસ્ટાઇલ અને સાડી પહેરવાની સ્ટાઇલ પણ ઇન્દિરા ગાંધી જેવી જ છે. પ્રિયંકા ગાંધીને સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીના સંસદીય મત વિસ્તારો પૂરતાં જ સીમિત રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ આખા દેશમાં તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. અલબત્ત લોકોને અને ખુદ કોંગ્રેસીઓને તેનો ઇન્તજાર છે. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે દરેકને મોટા ઘરમાં એક પેલેસ પોલિટિક્સ હોય છે. રાજકારણમાં કોણે આવવું તે કોઇવાર સિનિયર્સ નક્કી કરે છે તો કોઇવાર સભ્યો ખુદ. તેમાં પણ એક રાજનીતિ હોય છે અંદરો અંદર પણ.મીડિયાએ એકવાર પ્રિયંકાને પૂછયું હતું ઃ 'તમે રાજનીતિમાં આવશો'? – એ પ્રશ્નનો જવાબ તેમણે 'ના' માં આપ્યો હતો. પરંતુ એક વાર તેમના પતિ રોબર્ટ વાડેરા બોલી ગયા હતાઃ 'પ્રિયંકા ભવિષ્યમાં રાજનીતિમાં આવી પણ શકે છે. ફરી એ જ સવાલ મીડિયાએ તેમના પતિનો હવાલો આપીને પ્રિયંકાને પૂછતાં તેમણે હસીને જવાબ આપ્યો હતો ઃ 'મારા હસબન્ડને તમે ફસાવી દીધાને?'અલબત્ત ઘણા એમ પણ માને છે કે, રોબર્ટ વાડેરા સામે કેટલાક આક્ષેપોના કારણે જ પ્રિયંકાને રાજનીતિથી દૂર રાખવામાં આવ્યા છે. કારણકે પ્રિયંકાને રાષ્ટ્રીય સ્તર પર મેદાનમાં ઉતારવામાં આવે તો હરિયાણામાં ખોટી રીતે જમીન સંપાદન કરવાના આક્ષેપોથી માંડીને બીજા અનેક પ્રશ્નો વિપક્ષ ઊભા કરે. આ સંદર્ભમાં બીજી પણ એકવાત નોંધપાત્ર રહી છે કે સોનિયા ગાંધી રાયબરેલી મત વિસ્તાર માટે ફોર્મ ભરવા ગયા ત્યારે તે વખતે પ્રિયંકા કે રોબર્ટ વાડેરા ગેરહાજર હતાં. આ વાત અત્યંત સૂચક માનવામાં આવે છે. અત્યાર સુધી આવું કદી બન્યું નથી. લાગે છે કે ૨૦૧૪ની ચૂંટણીમાં પ્રિયંકાના પતિ રોબર્ટ વાડેરાનો મુદ્દો વિપક્ષને ઉછાળવાની તક ના મળે તે હેતુથી જ તેઓ ગેરહાજર રહ્યા હતા તેમ માનવામાં આવે છે. આમ છતાં ભાજપાના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ તો એક જાહેરસભામાં રોબર્ટ વાડેરા પર આકરો વ્યંગ કરતાં કહ્યું જ ઃ 'રાહુલ ગાંધી જીજાજીને દેશના ચોકીદાર બનાવશે?'

રાષ્ટ્રીય કોંગ્રેસમાં ગાંધી પરિવારના એક વફાદાર જૂથને લાગે છે કે, 'કોંગ્રેસ અત્યારે તેના સહુથી કપરા કાળમાંથી પસાર થઇ રહી છે ત્યારે નરેન્દ્ર મોદીની આંધીને ખાળવા માટે પ્રિયંકા ગાંધીનો રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવો જોઇએ. પ્રિયંકા ગાંધી એક એવં કેરિશ્મેટિક વ્યક્તિત્વ છે કે જેને જોવા-સાંભળવા લોકો આપોઆપ જ આવશે.' આ દલીલની સામે બીજી દલીલ એવી છે કે હવે પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય સ્તરે મેદાનમાં ઉતારવામાં આવે તો તેનો અર્થ એ થાય કે રાહુલ ગાંધી નિષ્ફળ સાબીત થઇ રહ્યા છે. અથવા તો કોંગ્રેસ કાર્યકરોને રાહુલ ગાંધીની નેતાગીરીમાં વિશ્વાસ નથી.' આ બંને દલીલો જોતાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ભીતર એક વૈચારિક ઘમાસાણ છે એ વાત નક્કી છે. સાથે સાથે એ વાત પણ ચર્ચાય છે કે, દેશના તમામ ઓપિનિયન પોલ્સના સર્વેક્ષણો કોંગ્રેસ બે આંકડામાં જ સીમિત થઇ જાય તેવો નિર્દેશ કરે છે તેથી હજુ પણ સમય છે કે, કોંગ્રેસને બચાવવા હુકમના પત્તા તરીકે પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય કરવા. કેટલાક લોકો એમ માને છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બેઉને એક સાથે રાજનીતિમાં ઉતારવામાં આવે તો એક જ પક્ષમાં અને એક જ ઘરમાં બે પાવર સેન્ટર ઊભા થાય. એક જ ઘરમાં જેટલા પાવર સેન્ટર વધુ એટલો આંતરિક સંઘર્ષ પણ વધુ એ કુદરતી નિયમ છે. દેશના મોટા ઔદ્યોગિક ગૃહોમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પરિવારનો સંઘર્ષ, ગ્વાલિયરના રાજવી પરિવારમાં વિજ્યારાજે સિંધિયા અને તેમના જ પુત્ર માધવરાવ સિંધિયા પરિવારનો સંઘર્ષ, બિહારમાં લાલુ યાદવ અને તેમના સગા સાળા વચ્ચેનો સંઘર્ષ, મુંબઇમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચેનો સંઘર્ષ આના ઉદાહરણ છે. શાયદ આ સમજથી જ પ્રિયંકા ગાંધી હજુ ખુલ્લી રીતે રાષ્ટ્રીય કક્ષાએ બહાર આવ્યાં નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00