હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

કોલ્ડ ટીયર્સ

જે ઘટનાને યાદ રાખવી ન પડે કે યાદ કરવી ન પડે આપ મેળે જ હંમેશાં યાદ રહે તે ઘટનાને અનુભવ કહેવાય.

 

જે-તે બાબતમાં અનુભવી હોવું જોઈએ જે-તે બાબતથી ટેવાયેલા હોવું જે-તે પરિસ્થિતિની આદત પડી જવી અનુભવ માણસને નિષ્ણાત બનાવે છે. દરેક માણસ રોજ જિંદગીમાં નિષ્ણાંત બનતો જાય છે. મૃત્યુ કદાચ જિંદગી પર કરેલા સંશોધન બદલ મળતી પીએચ.ડી.ની ડીગ્રી છે.

 

ટેલિસ્કોપથી આકાશદર્શન કરવામાં અને વિમાન ઉડાડવામાં ઘણો ભેદ છે. સપનું ટેલિસ્કોપ છે. જ્યારે સંકલ્પ પાઈલોટ છે. મોટાભાગના લોકો ટેલિસ્કોપનો જ આનંદ ઉઠાવે છે. પાઈલોટની ફી ચૂકવી શકતા નથી અને ચૂકવી શકે તોય પ્લેન ક્રેશ થવાનાં ભયથી હવાઈ સફર કરવાની હિંમત કરતાં નથી.

 

શક્તિનો અહંકાર ત્યાગીને જાળવવામાં આવતી નમ્રતા સજ્જનતા છે અને સ્વમાનનાં ભોગે જાળવવામાં આવતી નમ્રતા કાયરતા છે. મજબૂત માણસ જ સજ્જન બની શકે છે. મજબૂર માણસને દુનિયા સજ્જન બનવાનો હક્ક આપતી નથી.

 

મર્યાદા વગરનું સંબોધન ગાળ કહેવાય છે. જ્યાં સુધી આંખમાં સપનાઓ છે ત્યાં સુધી દુનિયા અને દિલ વચ્ચે વિશ્વાસની મર્યાદા છે. સપનાઓ તૂટી ગયા પછી આંખને દરેક દૃશ્ય ગાળ જેવું લાગે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00