સલાયાઃ રૃપિયા એક લાખના ખર્ચે સ્માર્ટ ક્લાસઃ આદર્શ શિક્ષકનું પ્રેરણાદાયી કાર્ય

૧સલાયા તા. ૧૪ઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની સરકારી શાળાઓમાં જ્ઞાનકુંજ નામના પ્રોજેક્ટ દ્વારા ડીજીટલ શિક્ષણને પ્રોત્સાહન પૂરૃં પાડવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં સલાયા ગામની વાઘેરવાસ તાલુકા શાળામાં ફરજ બજાવતા શિક્ષક નિકુંજભાઈ સવાણી છેલ્લા ૪ વર્ષથી ટેકનોલોજીના વિવિધ માધ્યમ દ્વારા શિક્ષણ આપી રહ્યાં છે.

તાજેતરમાં તેઓએ એક લાખના ખર્ચે પોતાના વર્ગને પ્રોજેક્ટ અને ઈન્ટરએક્ટીવ બોર્ડ દ્વારા સંપૂર્ણ ડીજીટલ બનાવ્યો છે. આ માટે તેમને સુરતની ડીઆરસી ટેકનો નામની કંપની દ્વારા રૃપિયા ૭૦,૦૦૦ ની આર્થિક મદદ મળી છે, અને બાકીનો ખર્ચ તેઓએ જાતે ભોગવ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, નિકુંજભાઈ દ્વારા વિજ્ઞાન વિષયના વિડીયો બનાવવામાં આવે છે અને તેઓની આર્ટ ઓફ એજ્યુકેશન નામની યુટ્યુબ ચેનલના માધ્યમથી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેનો લાભ લઈ રહ્યાં છે. તેઓ રાજ્ય સરકારના સ્ટેટ રિસોર્ચ ગ્રુપમાં આઈસીટી વિભાગમાં સભ્ય પણ છે. તેઓ ધોરણ ૧ થી પ ના શિક્ષક હોવાથી જ્ઞાનકુંજ માટે સિલેક્ટ ન થતાં તેઓએ જાતે જ સ્માર્ટ ક્લાસ બનાવવાનું નક્કી કર્યુ હતું. તેઓની શાળા સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની બીજા નંબરની શાળા છે કે જેમાં ડીજીટલ સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. એક શિક્ષકનું સ્વપ્ન પૂરૃં થવાથી હવે ગામડાંની સરકારી શાળાના બાળકો શહેરની પ્રાઈવેટ શાળા કરતા પણ વધુ સુવિધા સભર શિક્ષણ બિલકુલ ફ્રિ મેળવી શકશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription