અમેરીકામાં રહેતાં મુળ મહેસાણાના બે યુવાનોની ગોળીમારી કરી હત્યાઃ લૂંટ કરવાના ઈરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં ઘૂસી કર્યું ફાયરીંગ / ઈન્દોરમાં રમાય રહેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતની ભવ્ય વિજયઃ એક ઈનીગ્સ અને ૧૩૦ રન થી ભારતનો વિજયઃ મોહમ્મદ શામીએ ઝડપી ચાર વિકેટ / 

દોડતું કૂતરૃં આડુ ઉતરતા બાઈક સ્લીપઃ એક યુવાનનું મૃત્યુ

જામનગર તા. ૧૨ઃ કલ્યાણપુરના રાવલમાં બુધવારે રાત્રે દોડતું કૂતરૃં આડું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. તેના પર જઈ રહેલા માતા-પિતા ઘવાયા છે જ્યારે પુત્રનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના હનુમાનધાર પાસે રહેતા પરબતભાઈ ચનાભાઈ ગામીત બુધવારે રાત્રે પત્ની મંજુબેન તથા પુત્ર જયેશ સાથે જીજે-૧૦-બીએલ-૩૭૫૦ નંબરના મોટરસાયકલમાં ઘર તરફ જતા હતાં.

આ મોટરસાયકલ જ્યારે કોઠાવાડી પાસે પહોંચ્યું ત્યારે અચાનક એક દોડતું કૂતરૃં આડું ઉતરતા મોટરસાયકલ સ્લીપ થયું હતું. તેના પરથી ફંગોળાયેલા જયેશને કપાળમાં ગંભીર ઈજા થઈ હતી જ્યારે પરબતભાઈ તથા મંજુબેનને સામાન્ય ઈજા થઈ હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને દવાખાને ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે જયેશનું મૃત્યુ થયું છે. પોલીસે પરબતભાઈની જાણ પરથી તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription