ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

ગરીબોના ખાતામાં દર મહિને રપ૦૦ રૃપિયા અને ખેડૂતોના ખાતામાં એકરદીઠ રૃા. ૪૦૦૦ થશે જમા

નવી દિલ્હી તા. ૧૧ઃ લોકસભાની ચૂંટણી પહેલાં ડૂબતું વહાણ બચાવવા મોદી સરકાર રાહતોનો વરસાદ વરસાવી શકે છે, અને ગરીબો તથા ખેડૂતોના ખાતામાં નિયત રકમ તબક્કાવાર જમા થાય, તેવી યોજના વિચારાઈ હોવાનું સૂત્રો જણાવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દેશના ગરીબ અને ખેડૂતો માટે મોટાપાયે યોજનાઓ જાહેર કરવા પર વિચાર કરી રહી છે. ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડૂબતુ વહાણ બચાવવા સરકાર બીપીએલ વર્ગના નાગરિકોને યુનિવર્સલ બેઝીક ઈન્કમ (યુબીઆઈ) દ્વારા એક નિશ્ચિત રકમ સીધી તેના ખાતામાં નાખવાની યોજના વિચારી રહી છે. આ ઉપરાંત ખેડૂતોને પણ સીધો લાભ પહોંચાડવા માટે ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ સપોર્ટ સિસ્ટમની યોજના શરૃ થઈ શકે છે.

યુબીઆઈ હેઠળ સરકાર દેશના દરેક નાગરિકને એક નિશ્ચિત રકમ આપે છે. તેનો ઉદૃેશ ગરીબી રેખાની નીચે જીવતા લોકોને ઉંચા લાવવાનો છે. કેન્દ્ર મોદી સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે યુબીઆઈ હેઠળ રૃા. રપ૦૦ દર મહિને આપવાની જાહેરાત કરી શકે છે. બીપીએલ વર્ગના લોકોને મળતી બધી સબસીડીઓ જેમાં એલપીજી, ખાવાપીવાની વસ્તુઓ અને બીજા સાધનો સામેલ છે. તે બંધ કરીને તેની રકમ ખાતામાં નાખવામાં આવશે. જાણકારી અનુસાર યુબીઆઈ દ્વારા મળનાર આ રકમથી એક પરિવારના પાંચ સભ્યોની પોષણ વિષયક જરૃરતો પૂરી થઈ શકશે.

સરકાર આના માટે ર૦૧૯ માં એપ્રિલથી જૂન સુધીના સમયગાળા માટે ૩ર૦૦૦ કરોડ રૃપિયાની જોગવાઈ કરી શકે છે. દેશમાં બીપીએલ વર્ગના લોકોની સંખ્યા અંદાજે ર૭.પ ટકા છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પણ મોટી ભેટ આપી શકે છે. તેલંગાણાની રીતુ બંધુ સ્ક્રીમની લાઈન પર એક એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને એકર દીઠ ૪૦૦૦ રૃપિયા સીધા ખાતામાં જમા કરાવાશે. આ રકમ રવિ અને ખરીફ પાકના સમયે ખેતીમાં મદદરૃપે અપાશે. જણાવાઈ રહ્યું છે કે, સરકાર ખેડૂતોને મળતી સબસીડી બંધ કરીને પૈસા સીધા તેમના ખાતામાં જમા કરાવશે. જો કે, સ્કીમનું અસલ સ્વરૃપ જુલાઈમાં ખેતી દરમિયાન સામે આવશે. આ પ્રસ્તાવમાં બે રાજ્યો ઓડિશા અને તેલંગાણા મોડલની ઝલક છે. તેલંગણામાં દરેક કાપણી સિઝન પહેલા ૪૦૦૦ રૃપિયા પ્રતિ એકર આપવામાં આવે છે. જ્યારે ઓડિશામાં પ્રતિ પરિવાર પ૦૦૦ રૃપિયા ખેડૂતોને આપવાની સ્કીમ છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને સરકારી ખરીદ કિંમત નક્કી કરવામાં આવશે. આ પેકેજમાં વીમા, કૃષિ, લોન, આર્થિક મદદ એક સાથે આપવાનો વિચાર થઈ રહ્યો છે. સરકાર વ્યક્તિગત ફાયદો આપવાના બદલે પરિવારને મદદ કરવાનો વિચાર કરી શકે છે. આ સ્કીમ હેઠળ ખેડૂત પરિવાર સિવાય વધારે આર્થિકરૃપે પછાત પરિવારોની મદદ કરવાની રણનીતિ બનાવી રહી છે. સ્કીમમાં નાના, સીમાંત અને બટાઈદારો અથવા ભાડૂઆતી ખેતી કરતા ખેડૂતોને ફાયદો થાય તેવું અનુમાન છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને ૦ ટકા વ્યાજ પર લોન આપવા પર નિર્ણય લેવાય તેવા સંકેતો પણ મળી રહ્યાં છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription