વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યુ ગ્રહણઃ જાપાને બુલેટ ટ્રેન માટેનું ફંડિંગ અટકાવ્યું / ચીનની ર૦૦ અબજની પ્રોડક્ટ ઉપર અમેરિકાએ ટેરિફ  ઝીંક્યો / ભારતીય સેનાની વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકથી ફફડી ઉઠયું પાકિસ્તાન /

 

પવિત્ર નગરી બનારસમાં આગામી તા. ૨૯ થી ૫ ઓકટોબર સુધી

દ્વારકા રઘુવીર સેના તથા સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

જામનગર તા. ૨૫ઃ દ્વારકાના શ્રી લોહાણા મહાજન પ્રેરિત શ્રી રઘુવીર સેના તથા સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા પરમ કૃપાળુ શ્રી દ્વારકાધીશજી ભગવાન તથા સંત શિરોમણી શ્રી જલારામ બાપાની અમીદૃષ્ટિથી સમસ્ત રઘુવંશીઓના કલ્યાણ અર્થે સં. ૨૦૭૪ ભાદરવા વદ ચોથ તા. ૨૯-૯-૨૦૧૮ (શનિવાર)થી સં. ૨૦૭૪ ભાદરવા વદ અગિયારસ તા. ૫-૧૦-૨૦૧૮ (શુક્રવાર) સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન  ઉત્સવ વાટીકા, માધવ માર્કેટ, બી.એચ.યુ. ટ્રોમા સેન્ટર સામે, લંકા રોડ, બનારસમાં કરવામાં આવ્યું છે.

પવિત્ર નગરી બનારસ ધામમાં આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કથા વકતા તરીકે શ્રી ચેતનભાઇ સુરેશભાઇ સાતા (દ્વારકાવાળા) વ્યાસાસને બિરાજશે અને મુખ્ય યજમાન તરીકે  અરવિંદભાઇ બાબુભાઇ ભાતેલીયા તથા ભાતેલીયા પરિવાર (દ્વારકા વાળા, હાલ મુંબઇ) છે. કથાનો સમય સવારે ૧૦ થી બપોરે ૧ દરમ્યાન રાખેલ છે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહના પાવન પ્રસંગોમાં તા. ૨૯-૯ના શનિવારે સવારે ૧૦ કલાકે દેહ શુધ્ધી, ગણપતિ પૂજન, લક્ષ્મી નારાયણ પૂજન, બપોરે ૨-૩૦ કલાકે શોભાયાત્રા તથા સાંજે ૪ કલાકે કથાનો પ્રારંભ થશે. તા. ૧-૧૦ના બપોરે ૧૨ વાગ્યે નૃસિંહ જન્મ, તા. ૨ના સવારે ૧૦-૩૦ કલાકે વામન જન્મ, ૧૨ વાગ્યે રામ જન્મ તથા રાત્રે ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મ, તા. ૩ના બપોરે ૧૨ વાગ્યે ગિરીરાજ ઉત્સવ, તા. ૪ના સાંજે ૬ વાગ્યે રૃક્ષ્મણી વિવાહ તેમજ તા. ૫ના બપોરે ૧૨ વાગ્યે પરિક્ષીત મોક્ષ તેમજ બપોરે ૨-૩૦ વાગ્યે શ્રીમદ્ ભાગવત કથા વિરામ થશે.

આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે જગદગુરૃ શ્રી સ્વરૃપાનંદ સરસ્વતી મહારાજશ્રીના શિષ્ય અને પ્રતિનિધિ પ.પૂ. દંડી સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ (બનારસ), મહામંડલેશ્વર શ્રી સંતોપદાસ મહારાજ) સતુઆ બાવાજી આશ્રમ-બનારસ), શ્રી નંદુબાબા (મારવાડી સેવા સદન-બનારસ) તેમજ શ્રી સંદિપસિંગ (સર્વેશ્રી હોટલ-બનારસ) ઉપસ્થિત રહેશે.

રણુજામાં રામદેવજી મહારાજનો ત્રિ-દિવસીય મહોત્સવ

ફલ્લા તા. રપઃ કાલાવડ તાલુકાના સુપ્રસિદ્ધ રણુજાના રામદેવજી મહારાજનો ત્રિ-દિવસીય ધાર્મિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

આ ત્રણ દિવસ દરમિયાન સુવિખ્યાત પરંપરાગત લોકમેળો યોજાયો હતો. તેમજ ત્રણેય દિવસ માટે દરરોજ પ્રસાદ, રાત્રે નામાંકિત કલાકારો રીટા ગોસ્વામી, દેવલ ભરવાડ, રશ્મીતા રબારી, મુનાભાઈ નિમાવત, રામદાસ ગોંડલીયા, સુરેશ રાવલ, હરદેવ રાવલ, વિપુલ પ્રજાપતિ, જીતુ રબારી વિગેરેનો સંતવાણી તેમજ અલગ-અલગ ગામોની રાસ મંડળીઓનો કાર્યક્રમ યોજાયો હતો.

મીની તરણેતર તરીકે પ્રખ્યાત રણુજાના મેળામાં વિવિધ ગામ-શહેરોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.

નવા રણુજાના ખુશાલ બાપુની જગ્યાના અનુયાયી સુરેન્દ્રભાઈ કામદાર તેમજ જુના રણુજાના હીરાબાપાની જગ્યાના ભક્તજનોએ સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

દિગમ્બર જૈન મુમુક્ષુ મંડલ દ્વારા યોજાયા વિવિધ કાર્યક્રમો

જામનગર તા. રપઃ જામનગરના દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળ દ્વારા દશલક્ષણ પર્યુષણ પર્વ પૂર્ણ થતાં ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રા યોજાઈ હતી.

આ રથયાત્રાના સમાપન પછી સમૂહ પૂજન, રત્નત્રય ભવનનું ખાતમૂહુર્ત, ગુરૃદેવને ખમાવ્યાનું મૂહુર્ત વગેરે યોજાયા હતાં. પર્યુષણ પર્વ દરમિયાન બા.બ્ર. લલીતાબેન શાહ (દીદી) તથા પંડિત નિશાંતભાઈ જૈન શાસ્ત્રીએ ધાર્મિક આખ્યાન કર્યા હતાં. સમૂહ પૂજા રાજકોટના સુનિલભાઈ શાસ્ત્રીએ કરાવી હતી. આગામી કાર્યક્રમમાં તા. ૩૦-૯-ર૦૧૮ ના સીમેધર સ્વામી દિગમ્બર જૈન મંદિર, પાર્ક કોલોનીમાં પૂ. ગુરૃદેવ કાનજી સ્વામીનું સીડી પ્રવચન તથા ધ્વજા સાથે પ્રદક્ષિણા, અભિષેક, સમૂહ પૂજા વિગેરે યોજાશે. મહાવીર સ્વામી દિગમ્બર જૈન મંદિરના પ્રમુખ બિપીનભાઈ વાધર, ઉપપ્રમુખ સુનિલભાઈ પુનાતર, મંત્રી દિલીપભાઈ શાહ,  ખજાનચી હિતેનભાઈ મહેતા, ટ્રસ્ટી જતીનભાઈ પુનાતર, અરવિંદભાઈ વારીયા, આશિષભાઈ મહેતા, અશોકભાઈ ટોલીયા, સુરેશભાઈ શાહ, કિરીટભાઈ બાવીશી, સુભાષભાઈ વારીયા, કિશોરભાઈ શાહ, રોહિતભાઈ મહેતા, શ્રેયાંશભાઈ શાહ, અમિચંદ જૈન, તથા મુમુક્ષુના ધર્મપ્રેમીઓએ લાભ લીધો હતો.

મહાસતીજી ધનકુંવરબાઈ સ્વામીની ર૬મી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમો

જામનગર તા. ર૫ઃ જામનગરમાં મહાસતીજી ધનકુંવરબાઈ સ્વામીની ર૬મી પુણ્યતિથિ નિમિત્તે તા. ર૮-૯-ર૦૧૮ ના દિને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન ભક્ત મંડલ દ્વારા કરવામાં આવ્યું છે.

તા. ર૮-૯-ર૦૧૮ ના સવારે ૯.૧પ થી ૧૦.૧પ સુધી પારસધામ ઉપાશ્રયમાં લીંબડી ગોપાલ સંપ્રદાયના વક્તા કિર્તિદાજી મહાસતીજી આદિઠાણા વ્યાખ્યાન ફરમાવશે. સવારે ૧૦.૩૦ વાગ્યે ધનકુંવરબાઈ સ્વામીની તસ્વીર સાથે શોભાયાત્રા પારસ ધામથી ઉપાશ્રય સુધી યોજાશે. જેમાં દાતા સ્વ. ઘડીયાલી કુસુમબેન મનસુખલાલ મહેતા તરફથી પ્રભાવના કરવામાં આવશે. બપોરે ૧ર વાગ્યે દાળીયા, મમરાની આયંબીલ (નિરાંભી) દશા શ્રીમાળીની વાડીમાં દાતા સ્વ. વકીલ દલસુખભાઈ મહેતા (હસ્તેઃ જયશ્રીબેન મહેતા) તરફથી કરાવવામાં આવશે.

બપોરે ર.૩૦ થી સાંજે પ.૦૦ સુધી ફક્ત બહેનો માટે મૌના ઉપાશ્રયમાં ત્રણ સામાયિક અને જાપ તેમજ પ્રભાવના થશે. સાંજે પ.૦૦ વાગ્યે દાતા સ્વ. મનહરલાલ દડીયા (હસ્તેઃ જયશ્રીબેન દડીયા) તરફથી બટુક ભોજન કરાવવામાં આવશે.

પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

જામનગર તા. રપઃ જામનગરની માતાના મઢ (કચ્છઃ આશાપુરા માતાજી મંદિર), માટેલ ધામ તથા ચોટીલાના માતાજીના દર્શનાર્થે પગપાળા જતાં પદયાત્રીઓ માટે પ્રફલસિંહ નવલસિંહ ચૌહાણ તથા સેવાભાવી કાર્યકર મિત્રો દ્વારા જામનગર-રાજકોટ હાઈવે પર ધૂંવાવ નજીક અમરનાથ આશાપુરા માતાના મંદિરના સાનિધ્યમાં પંચકોશી-પોલીસ સ્ટેશન સામે સેવા કેમ્પનું આયોજન તા. ૩૦-૯-ર૦૧૮ થી તા. પ-૧૦-ર૦૧૮ સુધી કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં અજીતસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, હર્ષદસિંહ જાડેજા, પ્રફુલસિંહ ચૌહાણ, વિજયભાઈ જોટાણીયા, ઉમેદસિંહ વાઢેર, નરેન્દ્રસિંહ વાઢેર, ક્રિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ વાઢેર સેવા આપશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00