મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

રેશ્મા પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યોઃ પોરબંદર-માણાવદરથી લડશે ચૂંટણી

રાજકોટ તા. ૧પઃ વિધાનસભાની ચૂંટણી સમયે 'પાસ'ના નેતા રેશ્મા પટેલ  ભાજપમાં જોડાયા હતાં, પરંતુ મોહભંગ થયા પછી તેઓ ભાજપની વિરૃદ્ધમાં બેફામ ટીકાઓ કરતા હતાં. હવે તેમણે ભાજપ સાથે છેડો ફાડીને લોકસભા અને વિધાનસભાની બેઠકો માટે ઉમેદવારી કરવાનું નક્કી કર્યું છે.

રેશ્મા પટેલે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ભાજપને પાડી દેવા એક થઈને લડવું પડશે. ભાજપમાંથી હું વિધિવત્ રીતે છેડો ફાડી રહી છું.  માનસિકની સાથે ઓફિશિયલી રાજીનામું આપી દીધું. છે. આ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે. ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટીંગ કરાવે છે. હાર્દિક પટેલને મારૃ સમર્થન છે. ભાજપનો ખેસ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયે મોકલી દઈશ. રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 'ઉપલેટાને મેં મારૃ ચૂંટણી કેન્દ્ર બનાવ્યું છે. પોરબંદર લોકસભા અને માણાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ. કોઈ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે કે ગઠબંધનમાં તક  નહીં મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડીશ. મેં લોકસંપર્ક અને સરપંચ સંપર્ક અભિયાન મેં  શરૃ કરી દીધું છે.' તેમણે કહ્યું કે અમિત શાહની તાનાશાહીથી કાર્યકરો હવે થાકી ગયા છે. હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લડશે ત્યાં પ્રચારમાં જઈશ અને મારો તેને ટેકો છે. હાર્દિકના સમર્થનમાં પ્રચાર કરીશ. ભાજપ પ્રદેશ અધ્યક્ષને લખેલા પત્રમાં મેં જણાવ્યું છે કે, હવે હું ભાજપમાં રહી સહન કરવાની હાલતમાં નથી.

ભાજપ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે ભાજપની ખોટી નીતિઓ અને ખોટી યોજનાઓના માર્કેટીંગ દ્વારા જનતાને છેતરવાનું કામ શીખવાડવામાં આવે છે અને કરવામાં આવે છે. ભાજપના નેતાઓની તાનાશાહી, માનસિક્તા હંમેશાં કાર્યકરોને દબાવે છે. કાર્યકરોને મજૂરિયા બનાવી માત્ર ગધામજૂરી માટે જ પક્ષમાં રાખવામાં આવે છે. મારી સહનશક્તિ નથી એટલા માટે હું લોકહિત માટે રાજીનામું આપું છું. તાનાશાહી નેતાઓની પાપની ભાગીદારીમાંથી હવે મુક્ત થાવ છું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription