કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

રાફેલ ડીલ પહેલા રક્ષા અધિગ્રહણ પરિષદે આઠ ધરખમ ફેરફારો કર્યાઃ 'ધ હિન્દુ'નો નવો ધડાકો

નવી દિલ્હી તા. ૧૧ઃ ધ હિન્દુ અખબારનો સંદર્ભ આપીને આવી રહેલા અહેવાલો મુજબ તત્કાલિન રક્ષામંત્રી મનોહર પર્રિકરના અધ્યક્ષ પદે કાર્યરત રક્ષા અધિગ્રહણ પરિષદે એન્ટી કરપ્શન ક્લોઝ સહિત શરતોમાં આઠ ધરખમ ફેરફારો કર્યા હતાં. આ અહેવાલો પછી કોંગ્રેસે મોદી સરકારને આડે હાથ લેતા પૂછ્યું કે પીએમઓ કોને બચાવવા માંગતું હતું?

અંગ્રેજી અખબાર ધ હિન્દુએ રાફેલ ડીલ સંલગ્ન નવો ધડાકો કર્યો છે. તેમનું કહેવું છે કે ડીલ સાઈન થતા પહેલા ભ્રષ્ટાચાર વિરોધી દંડની મુખ્ય જોગવાઈ તેમજ એક એસ્ક્રો એકાઉન્ટને હટાવાયા હતાં. ધ હિન્દુનું કહેવું છે કે રક્ષા ડીલમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા પર જોર આપવાનો દાવો કરનાર સરકાર તરફથી રાફેલ ડીલમાં મોટી છૂટછાટ લેવામાં આવી હતી.

અખબારે સત્તાવાર દસ્તાવેજોનો હવાલો આપતા કહ્યું કે તત્કાલિન રક્ષા મંત્રી મનોહર પાર્રિકરની અધ્યક્ષતાવાળી રક્ષા અધિગ્રહણ પરિષદે સપ્ટેમ્બર ર૦૧૬ માં બે સરકારો વચ્ચે થયેલા એગ્રીમેન્ટ, સપ્લાઈ પ્રોટોકોલ, ઓફસેટ કોન્ટ્રાક્ટ અને ઓફસેટ શેડ્યૂલમાં ૮ ફેરફારો મંજુર કર્યા હતાં.

મીડિયા રિપોર્ટ મુજબ રાફેલ ડીલમાં ઉચ્ચ સ્તરીય રાજકીય દરમિયાનગીરી થઈ હતી. અનુચિત પ્રભાવના ઉપયોગ પર દંડ, એજન્ટ કમિશન, દૈસો અને એમબીડીએ ફ્રાંસ કંપનીના ખાતા સુધી પહોંચવાની જોગવાઈ ડીલના ડ્રાફ્ટમાંથી હટાવવામાં આવી હતી.

ધ હિન્દુના રિપોર્ટમાં કહેવાયું છે કે ર૩ સપ્ટેમ્બર ર૦૧૬ ના ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલા એગ્રીમેન્ટ મુજબ દૈસો રાફેલ વિમાનોની સપ્લાયર છે અને એમબીડીએ ફ્રાંસ ભારતીય વાયુસેના માટે હથિયારોની સપ્લાયર છે. રાફેલ ડીલના એગ્રીમેન્ટ અને દસ્તાવેજોને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટીએ ર૪ ઓગસ્ટ ર૦૧૬ એ જ મંજુરી આપી હતી. થોડા દિવસ પહેલા ધ હિન્દુએ એવો પણ દાવો કર્યો હતો કે ડીલ સમયે વડાપ્રધાન કાર્યાલય તરફથી સમાન્તર વાર્તા કરવામાં આવતી હી. રક્ષા મંત્રાલયે તેના પર વાંધો ઊઠાવ્યો હતો.

આ અહેવાલ પછી કોંગ્રેસે ટ્વિટ કરી મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રિપોર્ટ અનુસાર સરકારે એક એસક્રો એકાઉન્ટ રાખવાની નાણાકીય સલાહકારોની વાતને પણ નજરઅંદાજ કરી દીધી હતી. કારણ કે પીએમઓએ સોવરન એટલે કે બેંક ગેરંટીની શરતને સમાપ્ત કરવા દબાણ બનાવ્યું હતું. ધ હિન્દુના નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લગવભગ ૭.૮૭ યુરોના રાફેલ સોદામાં ભારત સરકારને અનેક પ્રકારની અભૂતપૂર્વ રાહત આપવામાં આવી હતી. આંતર સરકારી સમજુતી ઉપર સહીના થોડા દિવસ પહેલા જ ભ્રષ્ટાચાર વિરોધી પેનલ્ટી અને એસક્રો એકાઉન્ટ થકી ચૂકવણા જેવી મહત્ત્વની બાબતોને  હટાવી લેવામાં આવી હતી. કોંગ્રેસે આ અહેવાલ પછી ટ્વિટ કરીને કહ્યું કે, પીએમઓ આખરે કોને બચાવવા માંગતું હતું. રિપોર્ટમાં જણાવાયું છે કે, ગેરવ્યાજબી પ્રભાવ, એજન્ટ કે એજન્સીને કમિશન આપવું, દસૌ એવીએશન અને એમબીડીએ ફ્રાંસ કંપનીના ખાતા સુધી પહોંચ વગેરે પર પેનલ્ટીની માપદંડ સંરક્ષણ ખરીદ પ્રક્રિયા એટલે ડીપીપી અપનાવાતી હતી. ઉચ્ચ સ્તરીય રાજકીય હસ્તક્ષેપને કારણે તેને ભારત સરકારે સપ્લાય પ્રોટોકોલથી હટાવી દીધી હતી.

કોંગી નેતા ચિદમ્બરમ્ે કહ્યું છે કે કોઈ ગેરંટી નથી, બેંક ગેરેંટી નહીં, કોઈ એસક્રો એકાઉન્ટ નહીં છતાં મોટી રકમ એડવાન્સમાં આપી દેવામાં આવી હતી. ધ હિન્દુનો દાવો છે કે અમારી પાસે જે દસ્તાવેજ છે તે અનુસાર તે વખતના સંરક્ષણ  મંત્રી મનોહર પાર્રિકરની અધ્યક્ષતાવાળી સંરક્ષણ ખરીદ પરિષદની સપ્ટે. ર૦૧૬ માં બેઠક મળી હતી અને તે દ્વારા આઈજીએ, સપ્લાય પ્રોટોકોલ, ઓફસેટ કોન્ટ્રાક્ટ અને શેડ્યુલમાં મોટા ફેરફાર કરાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription