મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

ભાણવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રના એકમાત્ર ડોક્ટર પણ મિટિંગમાં જતા દરદીઓ રામ ભરોસે

ભાણવડ તા. ર૬ઃ ભાણવડના એક સમયના સૌરાષ્ટ્રના નં. નં. ૧ સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરકારની ઉદાસિનતાને કારણે આજે એ હદે દયનિય હાલત છે કે, ત્રણ ડોક્ટરની જગ્યાએ માંડ એક ડોક્ટરની સુવિધા આપવામાં આવી છે તે પણ ફરતાં ફરતાં! તેમાં પણ સોમવારના તો હદ જ થઈ ગઈ!

ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વહેલી સવારથી દર્દીઓની ભીડ લાગી હતી ત્યારે આ સામૂહિક કેન્દ્રના એકમાત્ર ડો. અનુપ જયસ્વાલને કોઈ અગત્યની મિટિંગ હોઈ, ઉચ્ચ સ્તરેથી તેડું આવતા મિટિંગ એટેન્ડ કરવા ચાલ્યા ગયા હતાં. ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જામનગરથી એમબીબીએસ ડો. ધરતીબેન કાનાણી આવ્યા હતાં. એક તરફ દર્દીઓની સતત વધતી જતી ભીડ અને કતારો વચ્ચે તદ્ન બિનઅનુભવી તેમજ ભાણવડ સીએચસીથી અજાણ ડો. ધરતીબેન કાનાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રના ફાર્માનિષ્ટ કર્મીને સાથે રાખીને એક પછી એક દર્દીને તપાસી રહ્યા હતાં ત્યારે એક કેસ એક્સરેનો આવતા બિનઅનુભવી ડોક્ટરો એક્સરેમાં તેમને કઈ ખબર ન પડતી હોવાનું જણાવતા દર્દીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો.

આ અંગે ડોક્ટર ભારતીબેનને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, ઉચ્ચ અધિકારીએ ભાણવડ સીએચસીમાં જવાનું કહેતા તેઓ અહિં આવ્યા હતાં અને તમેને આવડી મોટી જવાબદારી અંગે કશું જણાવવામાં આવેલ ન હતું. આ બનાવ પછી દર્દીઓનું ચેકઅપ બંધ કરી દેવામાં આવતા આશરે દોઢસોથી વધુ કેસ કઢાવી ચૂકેલા દર્દીઓ રઝળી પડ્યા હતાં અને નવા આવી રહેલા દર્દીઓએ વીલા મોઢે પાછા ફરવું પડ્યું હતું.

આ વચ્ચે સીએચસી ઈ.સુપ્રિ. ડો. જીતેન્દ્ર પ્રસાદ તેમજ મુ.જી.આ. અધિકારી ડો. સિંઘનો આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ મીડિયામેનોએ સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ ના તો આરોગ્ય કેન્દ્રના સ્ટાફનો ફોન રીસિવ કરવામાં આવ્યો કે, ના મીડિયામેનોનો ફોન રીસિવ કરવામાં આવ્યો. જ્યારે સીએચસીના ડોક્ટર અનુપ જયસ્વાલ પોતે મિટિંગમાં હોવાનું મોડેથી જણાવ્યું હતું. આજની આ ઘટના પછી ફરી એકવાર ભાણવડ સીએચસીમાં ડોક્ટરોની ઘટનો વર્ષો જુનો પ્રશ્ન ઉજાગર થયો છે. સમગ્ર ભાણવડ તાલુકાની પ્રજાને અસર કરતા આ અતિ સંવેદનશિલ મુદ્દે સ્થાનિક આગેવાનો, સ્થાનિક નેતાઓ, હોદ્દેદારો તેમજ સ્થાનિક નેતૃત્વની ઉદાસિનતા જ જવાબદાર છે. આમ પ્રજાને અસર કરતા પ્રશ્નો તેમાં પણ તાલુકાની ગરીબ અને લાચાર પ્રજાના પ્રશ્નો માટે સ્થાનિક નેતાઓ, હોદ્દેદારો તેમજ કહેવાતા પ્રજાના પ્રતિનિધિઓએ આજ સુધી માત્રને માત્ર ઠાલા આશ્વાસનો જ આપ્યા છે જેમાંનો આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા ડોક્ટર તેમજ સ્ટાફનો પ્રશ્ન અતિ સંવેદનશીલ છે. રાજ્ય સરકારે તો આ પ્રશ્ને ભાણવડની સતત ઉપેક્ષા કરેલી જ છે, પરંતુ એનાથી પણ વધુ ઉપેક્ષા આ કહેવાતા સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો તેમજ પ્રજાના પ્રતિનિધિઓએ આ પ્રશ્ને નર્યા આશ્વાસનો આપીને કરી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતા ડોક્ટરો હોવા અતિ આવશ્યક અને પ્રજાના હિતમાં હોવા છતાં આ નપાણિયા આગેવાનોએ ક્યારેય આ મુદ્દે ગંભીરતાથી અને ભારપૂર્વક રજૂઆત ન કરતા એક વખતના સૌરાષ્ટ્રના આ નં. ૧ સામૂહિક આરોગય કેન્દ્રની હાલત એવી છે કે, ડોક્ટરોના અભાવે કેટલીય સુવિધા ઝુંટવાઈ ગઈ છે. ત્યારે હવે ભાણવડ તાલુકાની પ્રજા જાગે અને આગામી ચૂંટણીમાં મત માંગવા આવતા રાજકીય આગેવાનો પાસેથી આમ પ્રજાની પ્રાથમિક સુવિધાઓ અંગે કરવામાં આવેલા કાર્યોનો હિસાબ માંગે એ જરૃરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription