મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

રાજકોટ રેલવે ડિવિઝનમાં પ૭૬૧ ટિકિટ કેન્સલ થતા રૃા. ૧૮ લાખનું રિફંડ અપાયું

જામનગર તા. ર૬ઃ હાપા-રાજકોટ રેલવે લાઈન ઉપર ઈલેકટ્રીફિકેશનનું કામ શરૃ કરવામાં આવ્યું છે. આથી અનેક ટ્રેનો પ્રભાવિત થવા પામી છે. પરિણામે પ૭૦૦ થી વધુ ટિકિટો કેન્સલ થતા રૃપિયા ૧૮ લાખથી વધુ રકમનું રેલવે દ્વારા રિફંડ  ચૂકવવામાં આવ્યું છે.

હાપા-રાજકોટ રેલવે લાઈન ઉપર ઈલેક્ટ્રીફિકેશનનું કામ શરૃ કરવામાં આવ્યું છે. જે લગભગ ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે. પરિણામે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ર૬ ટ્રેનો રદ કરવામાં આવી છે. ૧૬ ટ્રેનોને આંશિક રૃપથી રદ કરવામાં આવી છે તો ર૭ ટ્રેનોના રૃટ બદલવામાં આવ્યા છે.

આમ અનેક ટ્રેનોની અવર-જવર ઉપર વિપરીત અસર થવા પામતા રેલવે મુસાફરોની મુશ્કેલી વધી છે. આથી મુસાફરોને રેલવે ટિકિટનું બુકિંગ રદ કરીને ખાનગી વાહન અથવા અન્ય વૈકલ્પિક વ્યવસ્થાનો આશરો લેવાની ફરજ પડી છે. રેલવેમાંથી મળતા આંકડા મુજબ ઓખાથી સુરેન્દ્રનગર સુધીમાં તા. ર૩ ના ૧૧૪૦ ટિકિટ કેન્સલ થતાં ૬,૯૬,૬૯પ નું રિફંડ આપવામાં આવ્યું હતું.

તા. ર૪ ના ૩૩પપ ટિકિટ કેન્સલ થતા રૃા. પ,ર૧,૯૭૦ નું રિફંડ અને તા. રપ ના ૧ર૬૬ ટિકિટ કેન્સલ કરાવવામાં આવતા રૃા. ૬,૬૭,૮પ નું રિફંડ ચૂકવાયું છે. આમ ત્રણ દિવસમાં જ રેલવેને પ૭૬ર ટિકિટ કેન્સલ થતા રૃા. ૧૮,૮૬,પર૦ નું રિફંડ ચૂકવવામાં આવતા રાજકોટ ડિવિઝનને મોટી રકમનું આર્થિક નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription