કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

હુર્રિયતના અગિયાર અલગતાવાદી નેતાઓની સંપત્તિ કરવામાં આવશે જપ્તઃ કડક કાર્યવાહી

નવી દિલ્હી તા. ર૬ઃ હુર્રિયતના ૧૧ અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરી લેવાનો સરકારે નિર્ણય લીધો છે. આ નેતાઓ પર હાફિઝ સૈયદે કરેલા ટેરર ફંડીંગમાંથી કરોડોની પ્રોપર્ટી ઊભી કરી હોવાનો આરોપ છે.

ટેરર ફંડીંગ મામલે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. લશ્કરના ચીફ હાફિઝ સઈદના પૈસાથી બનાવેલી અલગતાવાદી નેતાઓની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે. ટેરર ફંડીંગ મામલામાં સામેલ ૧૧ અલગતાવાદી નેતાઓ સરકારના નિશાને છે. આ નેતાઓ પર આતંક ફંડીંગ દ્વારા કરોડો રૃપિયાની પ્રોપર્ટી બનાવવાનો આરોપ છે. જેમાં અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈ પણ સામેલ છે. પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીઓ દ્વારા દુબઈથી હવાલા ફંડીંગના માધ્યમથી આતંક માટે ફંડીંગ કરવામાં આવ્યું હતું.

આ ૧૧ અલગતાવાદીઓમાં સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈ અલ્તાફ ફંટ્રશ, નઈમ અહેમદ ખાન, ફારૃક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શહીદુલ અસ્લામ, પાકિસ્તાનમાં રહેતા હિઝબુલ ચીફ સૈયદ સલાઉદ્દીન, અકબર ખંડી, રાજા મેહરાજુદ્દીન, પીર સૈફુલ્લા, જહૂર અહેમદ વટાલીનું નામ સામેલ છે. મહત્ત્વનું છે કે આ મામલે સૈયદ અલી શાહ ગિલાનીના દીકરા નસીમ ગિલાની અને મીરવાઈઝર ઓમર ફારૃકની પૂછપરછ કરી હતી. જે પછી અલગતાવાદીઓની સંપત્તિ પર સકંજો કસવાનો નિર્ણય લેવાયો હતો. કાશ્મીરમાં આતંકવાદ પર સકંજો કસવા માટે અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરવી જરૃરી છે.

ઉલ્લેખનિય છે કે ટેરર ફંડીંગ મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના દીકરા નસીમ ગિલાની અને મીરવાઈઝ ઉમર ફારૃકની પહેલા પૂછપરછ કરી ચૂકી છે. ટેરર ફંડીંગ મામલે મોટી કાર્યવાહી કરતા સરકારે અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લધો છે. લશ્કરના ચીફ હાફિઝ સઈદના પૈસાથી બનાવેલી અલગતાવાદી નેતાઓની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription