કેદી સંજીવ ભટ્ટને રાખડી બાંધવાના કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલની અટકાયત

પાલનપુર તા. ૧૪ઃ પાલનપુરની જેલમાં રહેલા સંજીવ ભટ્ટને રાખડી બાંધવા ૩૦૦ બહેનો અમદાવાદથી જઈ રહી હતી, ત્યારે તેની સાથે જોડાયેલા હાર્દિક પટેલની પોલીસે અટકાયત કરી હતી.

અમદાવાદથી હાર્દિક પટેલને સાથે રાખીને ૩૦૦ બહેનો જેલમાં બંધ સંજીવ ભટ્ટને રક્ષાબંધને રાખડી બાંધવા માટે જતા હતાં ત્યારે પાલનપુર જતા રસ્તામાં પોલીસે હાર્દિક પટેલની અટકાયત કરી હતી. પાલનપુરના એનડીપીએસ (નાકોર્ટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ) કેસ મામલે આઈપીએસ સંજીવ ભટ્ટ હાલમાં પાલનપુર  જેલમાં છે. સંજીવ ભટ્ટની કારકિર્દી હંમેશાં વિવાદોથી ઘેરાયેલી રહી છે. ૧૯૯૦ ના કસ્ટોડિયલ ડેથ મામલે જામનગર સેસન્સ કોર્ટે સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે.

સંજીવ ભટ્ટને ર૦૧૧ માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજુરી લીધા વિના દૂરઉપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. ત્યારપછી ર૦૧પ માં કેન્દ્રિય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.

આજે સંજીવ ભટ્ટને ૩૦૦ બહેનો રાખડી બાંધવા માટે ગઈ હતી. સંજીવ ભટ્ટ માટે દેશ-વિદેશમાંથી રપ હજાર રાખડીઓ આવી છે. હાર્દિક પટેલ સાથે ૩૦૦ બહેનો  રાખડી લઈને આજે પાલનપુર જેલ રવાના થયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription