ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

ધ્રોલ તથા કાલાવડ તાલુકામાં વીજ ચેકીંગ

જામનગર તા. ૧૨ઃ જામનગરના ધ્રોલ તથા કાલાવડ તાલુકામાં આજે વીજકંપનીની ૫૯ ટુકડીઓ ચેકીંગ માટે ત્રાટકી છે. ગઈકાલે જામનગર તથા લાલપુર તાલુકામાંથી રૃા. ૨૧ લાખની વીજચોરી ઝડપાઈ ગઈ હતી અને આજે વધુ રૃા. બાવીસ લાખની વીજચોરી મળી આવી છે.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા જીયુવીએનએલ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત આજે જામનગર સર્કલ હેઠળના રૃરલ ડિવિઝનમાં સમાવિષ્ટ ધ્રોલ, કાલાવડ તથા નીકાવા સબડિવિઝનમાં આવતા વિસ્તારોમાં વીજચેકીંગ શરૃ કર્યું છે. વીજ અધિકારીઓના વડપણ હેઠળની ૫૯ ટુકડીઓ સ્થાનિક પોલીસના ૩૨ જવાન, જીયુવીએનએલ પોલીસના ૧૫ જવાન તથા ૨૪ એક્સ આર્મીમેનના બંદોબસ્ત હેઠળ ધ્રોલ તથા કાલાવડ તાલુકામાં ત્રાટકી હતી.

ટુકડીઓએ ધ્રોલ, કાલાવડ શહેર તથા તાલુકામાં બપોર સુધી કરેલી કાર્યવાહીમાં ૯૪૮ જોડાણો ચેક કરતા ૧૫૦માં ગેરરીતિ મળી હતી જેના ધારકોને રૃા. ૨૧.૮૦ લાખના પુરવણી બીલ આપવામાં આવ્યા હતાં જ્યારે ગઈકાલે જામનગર તથા લાલપુર તાલુકાના ગામડાઓમાં હાથ ધરાયેલા વીજ ચેકીંગમાં ૯૭૪ વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતાં જેમાંથી ૧૪૮ જોડાણોમાં ગેરરીતિ સાંપડતા તેના ધારકોને રૃા. ૨૧,૮૩,૦૦૦ના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription