સ્વચ્છ ભારત મિશન અન્વયે સ્વચ્છતા ઝુંબેશ માટે ચીફ ઓફિસરોને સાંસદ પૂનમબેન માડમની તાકીદ

ખંભાળિયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમે ચીફ ઓફિસરોને સ્વચ્છતા ક્ષેત્રે ઝુંબેશ માટે તાકીદ કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક ચેરપર્સન અને સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકની શરૃઆતમાં કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ પૂનમબેન માડમને આવકારી ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.પી. વાઘેલાએ ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીના મુદ્દાઓનું વાંચન કર્યું હતું. જેમાં મહાત્મા ગાંધી નેશનલ રૃરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એક્ટ મનરેગા યોજના અંતર્ગત વર્ષ ૧૮-૧૯ દરમિયાન ૬ર૭ પબ્લિક ઓરિન્ટેડ કામો અને ૧૭૮ વનીકરણ કામો અંગે ચર્ચા કરી હતી.

તેમણે મુદ્દાવાર માહિતી આપતા કહ્યું હતું કે, નેશનલ રૃરલ લાઈવલીહૂડ મિશન દ્વારા વિવિધ ૧ થી ૧૯ પ્રવૃત્તિઓના લક્ષ્યાંક નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરાયા છે. દીન-દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત વૃષ ૧૬-૧૭ માં આ યોજનાના પરર લાભર્થીઓને તાલીમ લક્ષ્યાંક માટે ત્રણ સંસ્થાઓને કામ આપવામાં આવ્યું હતું. તે પૈકી નવજીવન ટ્રસ્ટ દ્વારા ૧૭૬ લાભાર્થીઓને તાલીમ આપવામાં આવેલ છે. ૩૦ જૂન-ર૦૧૯ અંતિત કોઈ સંસ્થા નક્કી થયેલ નથી કે લક્ષ્યાંક અપાયેલ નથી તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશ્યલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી-દરેકને ઘર), પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) વર્ષ ર૦૧૯-ર૦ ના પ૮૩ ના લક્ષ્યાંકો પૈકી ૩૦૦ આવાસ મંજુર કરી ૮૪ લાભાર્થીઓને પ્રથમ હપ્તો ચૂકવાઈ ગયેલ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે.

સ્વચ્છ ભારત મીશન (ગ્રામીણ), નેશનલ રૃરલ ડ્રીન્કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ઈન્ટીગ્રેટેડ વોટર શેડ મેનેજમેન્ટ, ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઈઝશેન, દીન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, શ્યામાપ્રસાદ મુખરજી રૃર્બન મિશન-નેશનલ રૃર્બન મિશન, નેશનલ હેરીેટેજ સિટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, અટલ મિશન ફોર રીજુવીનેસન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, સ્માર્ટ સિટી મિશન પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલમેન્ટ સ્કીમ, મીડ ડે મીલ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એલપીજી કનેક્શન ટુ બીપીએલ ફેમિલીઝ, પ્રધાનમંત્રી કૌશલય વિકાસ યોજના, ડિજિટલ ઈન્ડિયા-પબ્લિક ઈન્ટરનેટ અક્સેશ પ્રોગ્રામ-પ્રોવાઈડીંગ કોમન સર્વિસ સેન્ટર ઈન ઈચ ગ્રામ પંચાયત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રીલેટેડ પ્રોગ્રામ લાઈક ટેલિકોમ રેલવેસ, હાઈવેસ, વોટરવેસ, માઈન્સ, પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના, સંકલિત ઊર્જા વિકાસ યોજના, નોન લેપ્સેબલ કેન્દ્રિય પુલ રિસોર્સ યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ યોજના, ઈ-રાષ્ટ્રીય કૃષિ બજારો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, એક્સેલરેટેડ સિંચાઈ લાભ યોજના, સ્ત્રાવ વિસ્તાર વિકાસ અને જળ વ્યવસ્થાપન કાર્યક્રમ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્કય્રમ, સુગમ્ય ભારત અભિયાન, બેટી બચાવો, બેટી પઢાવો, રાષ્ટ્રીય ખાધાન્ન સુરક્ષા અધિનિયમનો અમલ સહિતના મુદ્દે વિસ્તૃત માહિતી અપાઈ હતી.

સાંસદસભ્ય પૂનમબેન માડમે દિશા બેઠકના જુદા જુદા મુદ્દાઓ વિશે લગત કચેરી/વિભાગના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી જરૃરી સૂચનો કરી જણાવ્યું હતું કે લોક ભાગીદારીથી લોકોને ઈન્વોલ કરી કામો કરવામાં આવશે તો લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ પૂરેપૂરો સપોર્ટ કરશે. તેઓએ સ્વચ્છ ભારત મિશન યોજના અન્વયે તમામ ચીફ ઓફિસરને સફાઈ માટે ખાસ તાકીદ કરી હતી. તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અન્વયે જિલ્લાના તમામ ગામોમાં જાહેર સ્વચ્છતા મો સામૂહિક શૌચાલય, કમ્પોસ્ટ પીટ, શોકપીટ, શેગ્રીગેશન શેડની કામગીરી માટે ગ્રામ્ય વિસ્તારમાં જાહેર સ્વચ્છતા માટે સઘન પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.

કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ પણ દિશા બેઠક અન્વયે જુદા જુદા મુદ્દાઓ અંગે લગત ખાતા/કચેરીઓના અધિકારીઓને સોંપાયેલ કામો તેમજ લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા જરૃરી સૂચનો કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પટેલ, રેલવેના અધિકારીઓ, પ્રાંત અધિકારી જોષી તથા વિઠ્ઠલાણી, નગરપાલિકાના પ્રમુખો, આગેવાનો, ચીફ ઓફિસરો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription