ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

જામનગરમાં દેશી દારૃની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા પોલીસના દરોડા

જામનગર તા. ૧૫ઃ જામનગરના જુદા-જુદા વિસ્તારમાં પોલીસે ગઈકાલે દેશીદારૃ પકડવા ડ્રાઈવ ગોઠવી હતી જેમાં એક સ્થળેથી ચારસો લીટર દારૃ તથા તૈયાર દેશી દારૃ મળવા ઉપરાંત છુટક જથ્થો કબજે થયો છે અને શહેર-જિલ્લામાંથી નશાની હાલતમાં કેટલાક શખ્સોને પકડી પોલીસે લોકઅપના દર્શન કરાવ્યા છે.

જામનગરના ગાંધીનગર નજીકના પુનિતનગરમાં રહેતા સુખદેવસિંહ ઘનુભા ચુડાસમા નામના શખ્સને પોલીસે જીજે-૧૦-સીએ-૫૯૭૬ નંબરના મોટરસાયકલ પર વીસ લીટર દેશી દારૃ સાથે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે. પ્રદર્શન મેદાનમાં આવેલા સરસવતીબેન ગોપાલભાઈ દેવપૂજકના ઝુંપડામાંથી ત્રણ લીટર દેશી દારૃ, વિશ્રામવાડી નજીક મોહન નાનજીભાઈ મંગેના મકાનમાંથી ચાર લીટર દેશી દારૃ, હાપા રોડ પર લાલવાડી નજીકથી ભગીરાજસિંહ દિલીપસિંહ ઝાલા, દિગ્વિજય પ્લોટ ૪૯માંથી ધર્મેન્દ્રસિંહ શિવુભા રાઠોડ નામના શખ્સની મનાતી દેશી દારૃની કોથળી, મારવાડી વાસના ઢાળીયા પાસે ધનીબેન કિશનભાઈ સોલંકી, લક્ષ્મીબેન ચનાભાઈ પરમાર, ગાંધીનગરમાં આવેલા ગીતાબા ભરતસિંહ વાઘેલાના ઝુંપડામાંથી, અંબર ચોકડી નજીકના બાવરીવાસમાં હમીદાબેન આમદ બુચડ, પુનમ દીપકભાઈ બાવરી, ગોકુલનગર પાસેથી ક્રિષ્નાબા ભીખુભા વાઢેર, કમાભાઈ દેવકરણ ચારણ, બાવરીવાસ નજીકના જીવણ લખમણભાઈ ડાભી, ગુડીબેન અજયભાઈ ડાભી, શૈલેષ તેજાભાઈ સાગઠીયા, મુન્નીબેન ધીરૃભાઈ સોલંકી, હાપા પાસેથી કિશન લખુભાઈ ચૌધરી, દરેડ પાસેથી નાથીબેન કાનાભાઈ ઘોડા, સિક્કાના સર્વિસ ચોકમાંથી રહીમાબેન કાસમભાઈ સુંભણીયા, બાલંભડી ગામમાંથી વિક્રમસિંહ ગગુભા જાડેજા, ધ્રોલના લૈયારામાંથી જયાબેન બટુભાઈ નાથાબાવા, જોડીયામાંથી જીન્નતબેન અનવરભાઈ, લાલપુરમાંથી જેઠા લાખણશી ઘોડા, કાલાવડમાંથી દિલીપ દિનેશભાઈ કોળી નામના શખ્સો દેશીદારૃના જથ્થા સાથે ઝડપાયા છે.

આ ઉપરાંત જોગવડના પાટીયા પાસે ધનો ધાંધાભાઈ ચારણ, સિંગચમાંથી આનંદબા સદુભા વાઢેર, શેઠવડાળા નજીકના ગઠકડા ગામમાંથી યાસીફ ગુલમામદ સફીયા, વેરાવળથી વડાણા વચ્ચેના રોડ પર આવેલી મુસા સુલેમાન રાવકડાની વાડીમાંથી દેશી દારૃના બનાવવાનો ૪૦૦ લીટર આથો તથા ૧૫ લીટર તૈયાર દેશી દારૃ મળી આવ્યો છે. બેડેશ્વરમાંથી ગઈકાલે સાંજે ધર્મેન્દ્રસિંહ ચંદુભા જાડેજા, અંબર ચોકડી પાસેથી અજયપાલસિંહ કિશનસિંહ જાડેજા, ભારતવાસ પાસેથી શશી સવજીભાઈ દેવીપૂજક, મનોજ હેમતભાઈ રાવલ, યોગેશ્વરનગર પાસેથી મહેશ દેવજીભાઈ મકવાણા, પગનચક્કી સર્કલ પાસેથી નરેશ મણીલાલ વાંઝા, બાવરીવાસ પાસેથી પ્રદીપ કાળુભાઈ દલીત, ખોડીયાર કોલોની રોડ પરથી ભરત ઉંદયશંકર દિક્ષીત, તપસ્વી મનસુખલાલ જોશી, ગોકુલનગર પાસેથી કમલેશગીરી લાભુગીરી ગોસ્વામી, હિતેશ બાબુલાલ મોચી, ગુલાબનગર પાસેથી ભરતસિંહ મોતીસિંહ જાડેજા, શંકરટેકરીમાંથી ગીરિશ કરશનભાઈ જાદવ, હાપામાંથી કિશન લખુભાઈ ચૌધરી, ધ્રોલના ખારવા ગામમાંથી ગીરધરભાઈ રાણાભાઈ ચાવડા, ખીરી સર્કલ પાસેથી ઈમરાન હારૃન અધામદલ, જામજોધપુરમાંથી સતાપરના નાનજી કારાભાઈ સાગઠીયા અને જિતેન્દ્ર ધીરજભાઈ વાઢેર નામના શખ્સો નશાની હાલતમાં રખડતા મળી આવતા પોલીસે ગુન્હો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription