ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

લોકસભાની ચૂંટણી ટાણે જ ભારત સામે યુદ્ધ છેડવાનો પાક.નો પ્લાન

નવી દિલ્હી તા. ૧પઃ લોકસભાની ચૂંટણીઓ ટાણે જ ભારત સામે યુદ્ધ છેડવાનો પાકિસ્તાને પ્લાન બનાવ્યો હોવાના ગુપ્તચર એજન્સીઓના ચોંકાવનારા રિપોર્ટ પછી વડાપ્રધાને સુરક્ષા એજન્સીઓ સામે તાકીદની બેઠક યોજી હતી.

દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી હશે ત્યારે જ પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન એક મોટું યુદ્ધ ભારત સામે છેડી શકે છે એવા ચોંકાવનારા ઈન્ટેલિજન્સ રિપોર્ટ પ્રાપ્ત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા એજન્સીઓ સાથે એક તાકીદની બેઠક યોજીને તમામ પ્રકારની સંભાવ્ય સ્થિતિ સામે કામ લેવા માટે ચર્ચા-વિચારણા કરી હતી. એક ટી.વી. ન્યૂઝ ચેનલને આ અંગે કેટલાક ગુપ્ત દસ્તાવેજો મળ્યા હોવાનો દાવો કરાયો છે. આ ગુપ્ત રિપોર્ટ દેશની ત્રણ મોટી ઈન્ટેલિજન્સ એજન્સીઓ-રો (સંભવિત એન્ડ એનાલિસિસ વિંગ), ઈન્ટેલિજન્સ અને ઈન્ટેલિજન્સ બ્યૂરો) એ તૈયાર કર્યો છે. ત્રણેય સંસ્થાઓએ પોતપોતાનો અલગ રિપોર્ટ આ બેઠક દરમિયાન સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. આ ત્રણેય ઈન્ટેલિજન્સ એજન્સીઓના રિપોર્ટમાં એક વાત કોમન છે કે પાકિસ્તાન યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે.

આ ચોંકાવનારા રિપોર્ટમાં એવું જણાવાયું છે કે ભારતમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી હશે ત્યારે પાકિસ્તાને યુદ્ધ શરૃ કરવાનો પ્લાન તૈયાર કરી દીધો છે. સાઉથ બ્લોકના વોરરૃમમાં આ ઈમજન્સી મિટિંગ મળી હતી. આ મિટિંગ વડાપ્રધાન કાર્યાલય તરફથી બોલાવવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારના સૌથી ટોચના અધિકારીઓ, આર્મી વડા બિપિન રાવત, એરફોર્સના વડા બી.એસ. ધનોઆ, નેવી ચીફ સુનિલ લાંબા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાજર રહ્યા હતાં. ઈન્ટેલિજન્સ એજન્સીઓના આ રિપોર્ટે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.

આ રિપોર્ટને સમર્થન આપતી એક ઘટનામાં ગઈકાલે એલઓસી નજીક પાકિસ્તાનના બે ફાઈટર વિમાનો પુંચ સેક્ટરમાં દેખાયા હતાં અને આ વિમાનોએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ એલર્ટ પર રહેલ ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનની આ ચાલ નિષ્ફળ બનાવી હતી. આ વિમાનો એલઓસીના ૧૦ કિ.મી.ના દાયરામાં જોવા મળ્યા હતાં. આ કારણે ભારતની સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક કરી દેવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription