આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

સતત ૫૦મી વખત ભાવમાં ઘટાડોઃ આજે પેટ્રોલમાં ૩૨ પૈસા અને ડીઝલમાં ૩૯ પૈસા ઘટ્યા

જામનગર તા. ૬ઃ વૈશ્વિક બજારમાં સતત ઘટી રહેલા કાચા તેલમાં ભાવના કારણે ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આજે પણ પેટ્રોલમાં ૩૨ પૈસા અને ડીઝલમાં ૩૯ પૈસાનો ઘટાડો થયો છે.

કાચા તેલના તળીયે ધકેલાઈ રહેલા ભાવના કારણે ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા પણ સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં આવી રહ્યા છે.  આજના ઘટાડા પછી જામનગરમાં નવા ભાવ પ્રમાણે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૃા. ૬૮.૮૧ નો અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૃા. ૬૮.૯૯ નો સમાવેશ થયો છે. ગત તા. ૧૮ ઓક્ટોબર એટલે કે વિજ્યા દશમીના દિને ભાવ ઘટાડો થયો હતો. ત્યારથી આજ દિવસ સુધી સતત ભાવ ઘટતા જ રહ્યા છે. તા. ૧૮ ઓક્ટોબરે પેટ્રોલનો ભાવ જામનગરમાં રૃા. ૭૯.૬૦ અને ડીઝલનો ભાવ રૃા. ૭૯.૦૩ નો હતો. એટલે કે ૫૦ દિવસમાં પેટ્રોલમાં રૃા. ૧૦.૦૪ નો અને ડીઝલમાં રૃપિયા ૧૦.૦૪ નો ઘટાડો થયા છે. આમ લોકોને ભાવ ઘટાડાથી મોટી રાહત મળી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00