કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

પતિએ ખેતમજુરીએ જવાની ના પાડતા માઠું લાગી આવવાથી પરિણીતાની આત્મહત્યા

જામનગર તા. ૨૬ઃ કાલાવડના હરીપર મેવાસામાં રહેતા એક પટેલ પરિવારના મહિલાએ ઘરના રોજગારમાં પતિને મદદરૃપ થવાના આશયથી ખેતમજુરીએ કહેતા અને પતિએ ના પાડતા માઠું લાગી આવવાથી આ પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવી લેતા અરેરાટી પ્રસરી છે.

કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અશ્વિનભાઈ સવદાસભાઈ અકબરી નામના પટેલ યુવાન પોતાના પરિવારના ગુજરાન માટે મજુરી કામ કરતા હતાં તેમ છતાં બે છેડા ભેગા થઈ શકતા ન હોય તેમના પત્ની લલીતાબેન (ઉ.વ. ૪૨)એ અવારનવાર પતિને પોતે પણ કંઈક કામ કરે તો? તેમ કહ્યું હતું.

જેમતેમ કહી વ્યવસ્થિત રીતે પેટીયું રળી શકાય તે માટે પ્રયત્ન કરતા અશ્વિનભાઈએ પત્નીને કામ કરવાની ના પાડી હતી તેમ છતાં લલીતાબેન ખેતમજુરીએ જવાનું કહેતા હતાં અને પતિ ના પાડતા હતાં. આ બાબતથી માઠું લગાડી લલીતાબેને ગઈકાલે સાંજે જ્યારે પતિ મજુરી કામ પરથી પરત ફર્યા ન હતાં ત્યારે ઘરમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની આઠેક વાગ્યે ઘેર આવેલા અશ્વિનભાઈને જાણ થતા તેઓએ પોલીસને વાકેફ કરી હતી. દોડી ગયેલા જમાદાર એસ.આર. ચાવડાએ મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે ખસેડ્યો છે અને પતિ અશ્વિનભાઈ અકબરીનું નિવેદન નોંધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription