જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

ઢીંચડા રોડ પરથી મોટરસાયકલમાં લઈ જવાતા પંચાણુ ચપટા ઝડપાયાઃ બેની ધરપકડ

જામનગર તા. ૧૫ઃ જામનગરના ઢીંચડા રોડ પરથી ગઈકાલે પોલીસે અંગ્રેજી શરાબના પંચાણુ ચપટા સાથે બે શખ્સોને પકડી પાડ્યા છે જ્યારે દરેડ પાસેથી એક શખ્સ ચાર ચપટા સાથે મળી આવ્યો છે. તેણે સપ્લાયરનું નામ ઓકી નાખ્યું છે.

જામનગરના ઢીંચડા રોડ પર ગઈકાલે બપોરે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમ્યાન ત્યાંથી પસાર થયેલા જીજે-૧૦-બીઈ-૪૭૬૪ નંબરના બાઈકને શકના આધારે રોકાવી પોલીસે તેના ચાલક વિમલ વાલજીભાઈ અમલ નામના ભાનુશાળી શખ્સ તથા રૃપેશ રમેશભાઈ પંડ્યા નામના વિપ્ર શખ્સના કબજામાં રહેલા થેલાની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૯૫ ચપટા નીકળી પડ્યા હતાં. પોલીસે ચપટા તથા બાઈક કબજે કરી બંને શખ્સોની ધરપકડ કરી છે.

જામનગરના દરેડ નજીકના ફેઝ-૨માં આવેલા શિવ કોમ્પ્લેક્ષ પાસેથી ગઈકાલે રાત્રે એલસીબીના વનરાજ મકવાણાએ જીજે-૧૦-સીપી-૪૭૧૬ નંબરના મોટરસાયકલમાં જઈ રહેલા અશોક મુળજીભાઈ નંદા ઉર્ફે જાંબુ નામના શખ્સની અટકાયત કરી તલાસી લેતા તેના કબજામાંથી અંગ્રેજી શરાબના ચાર ચપટા મળી આવ્યા હતાં. એલસીબીની પ્રાથમિક પુછપરછમાં તેણે ચપટા વિશ્રામવાડી પાછળ રહેતા વિનોદ ઉર્ફે પગા કચ્છી ભાનુશાળી પાસે લીધા હોવાની કબુલાત આપી છે. બંને સામે પંચકોશી 'એ' ડિવિઝનમાં ગુન્હોં નોંધાયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription