ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

પાકિસ્તાન સુપર લીગનું ગ્લોબલ પ્રસારણ બંધઃ પ્રોડક્શન ડીલ કેન્સલ

મુંબઈ તા. ૧૮ઃ પુલવામા હુમલાને ધ્યાને લઈને રિલાયન્સે પ્રોડકશન ડીલ કેન્સલ કરવાની જાહેરાત કરતા હવે પાકિસ્તાન સુપરલીગનું ગ્લોબલ પ્રસારણ થશે નહીં.

આઈએમજી રિલાયન્સે રવિવારે જાહેરાત કરી હતી કે તે પુલવામાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખતા પાકિસ્તાન સુપર લીંગના પ્રોડકશનને બંધ કરે છે. આઈએમજી રિલાયન્સના ઓફિશિયલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રિલાયન્સે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ બાબતની જાણ કરતો એક ઈ-મેલ કર્યો છે.

રિલાયન્સે શોએબ શેખ, જનરલ મેનેજર માર્કેટિંગ અને સેલ્સ, પાકિસ્તાન સુપર લીગ અને કામિલ ખાન, જનરલ મેનેજર, ડિજિટલ મીડિયા અને સ્પોટર્સ પ્રોડકશન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ઈમેલ કર્યો છે, જેમાં તેમણે લખ્યું હતું કે, 'બે દિવસ પહેલાજે દુર્ભાગ્યવશ ઘટના બની તેમાં ભારતીય જવાન શહીદ થયા હતા, તેના લીધે રિલાયન્સ તાત્કાલિક અસરથી પાકિસ્તાન સુપર લીગની પ્રોડકશન સર્વિસ બંધ કરે છે.

રિલાયન્સે આ જાહેર કર્યુ, તેના થોડા કલાકો પહેલા જ ડી-સ્પોટર્સે પણ પાકિસ્તાન સુપર લીગની મેચનું જીવંત પ્રસારણ બંધ કર્યું હતું. તે ઉપરાંત ક્રિકબઝે પણ તેના લાઈવ સ્કોર અપડેટસ આપવાનું બંધ કરી દીધું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription