પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવા કરી અપીલ

ઈસ્લામાબાદ તા. ૧૪ઃ પાકિસ્તાને કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવા અપીલ કરી છે. બીજી તરફ અમેરિકાએ પાકિસ્તાનને શાંતિ જાળવવા સલાહ આપી છે.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરૈશીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) ને કાશ્મીર મુદ્દા પર ઈમરજન્સી બેઠક બોલાવવાની ભલામણ કરી છે. કુરૈશીએ કહ્યું છે કે, યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીના માધ્યમથી સુરક્ષા પરિષદના અધ્યક્ષને ઔપચારિક પત્ર મોકલવામાં આવ્યો છે, જ્યારે અમેરિકન વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ પાકિસ્તાનને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપતા કહ્યું છે કે, ઈમરાન ખાન તેમના દેશ અને સીમા પર શાંતિ અને સ્થાયિત્વ જાળવી રાખે.

હકીકતમાં જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ ખતમ કર્યાના નિર્ણય પછી સમગ્ર દુનિયામાંથી સમર્થન ઈચ્છતા પાકિસ્તાનને દરેક દેશ તરફથી નિરાશા મળી છે. તાજેતરમાં જ મલીહા લોધીને પણ દેશના એક નાગરિકે મીડિયાની સામે જ અપમાનજનક શબ્દો ક્યા છે. ન્યૂયોર્કના એક કાર્યક્રમમાં એક નાગરિકે મલીહા લોધીને ચોર ગણાવીને કહ્યું હતું કે, તમને પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનો કોઈ હક્ક નથી. તમે લોકોએ અમારા પૈસા ચોર્યા છે. તમે લોકો ચોર છો.

પોમ્પિયોએ શુભેચ્છા સંદેશમાં કહ્યું કે, અમેરિકા અને પાકિસ્તાને જ્યારે પણ સાથે મળીને કામ કર્યું છે ત્યારે હંમેશાં સફળતા મળી છે. તાજેતરમાં જ ઈમરાન અમેરિકાની મુલાકાતે ગયા હતાં. તેમણે તેમના વિસ્તારમાં શાંતિ અને સ્થાયિત્વ જાળવવાની વાત કરી છે. અમને આશા છે કે, આવનારા સમયમાં ઈમરાને જે કહ્યું છે તે તેઓ કરશે.

પાકિસ્તાન વિદેશમંત્રીએ કહ્યું છે કે, કાશ્મીર મુદ્દે ભારતનો નિર્ણય યુએ પ્રસ્તાવ વિરૃદ્ધ અને ગેરબંધારણીય છે. આ નિર્ણયથી રાજ્યમાં અશાંતિ ફેલાઈ છે. અમે કાશ્મીરની સાથે છીએ. ત્યાં રહેતા લોકોની સાથે અમારી સંવેદના છે. મેં યુએનએસસીને પત્ર લખીને નિવેદન કર્યું છે કે, આ મુદ્દે ચર્ચા કરવા માટે એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription