સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

દ્વારકાના ચકચારી જમીન પ્રકરણમાં પાલિકાના ઠરાવનો અમલ મોકુફ રાખવા હુકમ

યાત્રાધામ દ્વારકા નગરપાલિકાની કિંમતી જમીન પર અદ્યતન રેસ્ટોરન્ટ ઉભુ કરવાના ચકચારી પ્રકરણમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નરે બંને પક્ષોને સાંભળીને કારોબારીનો ઠરાવ કાયદાને સુસંગત જણાતો ન હોય અમલવારી મોકુફ રાખવા અને અમલવારી થઈ હોય તો મૂળ સ્થિતિ પુનઃ સ્થાપિત કરવાનો હુકમ ફરમાવ્યો છે. આ ચકચારી પ્રકરણમાં વર્તમાન પાલિકા ઉપપ્રમુખને આ ચુકાદાથી જબ્બર લપડાક મળી છે.

દ્વારકામાં રિલાયન્સ રોડ પર વર્તમાન પાલિકા ઉપપ્રમુખ પરેશ ઝાંખરીયા દ્વારા પાલિકાની કિંમતી જમીનમાં દબાણ કરી અદ્યતન રેસ્ટોરન્ટ ઉભું કર્યું છે. જે જમીન મેળવવા માટે જે તે સમયે ગત તા. ૪-૯-૨૦૧૮ ના રોજ નગરપાલિકાની કારોબારી સમિતિમાં ઠરાવ કરવામાં આવ્યો હતો.

જે ઠરાવ ગેરકાયદે હોવાની ફરિયાદ સ્થાનિક રહેવાસી કાન્તિભાઈ ત્રિભોવનદાસ ચંદારાણા દ્વારા નગરપાલિકા તેમજ પરેશ ઝાંખરીયા વિરૃદ્ધ થતા ચકચાર મચી જવા પામી હતી.

આ સમગ્ર કેસની ફાઈલ પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર કચેરી, રાજકોટ ખાતે પહોંચતા સમયાંતરે થયેલી સુનાવણીના અંતે બંને પક્ષોને વિસ્તૃત દલીલો સાંભળીને પ્રાદેશિક કમિશ્નરે દ્વારકા નગરપાલિકાની ગત તા. ૪ સપ્ટે. ના રોજ મળેલી કારોબારી સમિતિનો ઠરાવ નં. ૧૨ કાયદાને સુસંગત જણાતો ન હોય તેનો અમલ (બજવણી) મોકુફ રાખવા અને અમલવારી થઈ હોય તો મૂળ સ્થિતિ પુનઃ સ્થાપિત કરવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાના પગલે દ્વારકા નગરપાલિકા વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે સ્થાનિક રાજકીય આલમમાં પણ આ પ્રકરણ ચર્ચાના ચકડોળે ચડ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00