ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

વેપારી પાસે રૃા.૪૦ લાખની પઠાણી ઉઘરાણી કરી ધમાલ મચાવવાના ગુન્હામાં એકની ધરપકડ

જામનગર તા.૧૧ ઃ જામનગરના વેપારી પાસે રૃા.૪૦ લાખની પઠાણી ઉઘરાણી કરી તેઓની ઓફિસમાં તોડફોડ કરવા અને એક કર્મચારીને માર મારવા અંગે બે શખ્સો સામે ફરિયાદ થયા પછી પોલીસે એકની ધરપકડ કરી છે.

જામનગરમાં બોક્સાઈટના વ્યવસાય સાથે સંકળાયેલા હરેન્દ્રભાઈ ચમનલાલ મહેતા નામના વૃદ્ધ વેપારીને થોડા દિવસ પહેલા ધર્મેન્દ્ર ઉર્ફે મયુર માડમ નામના શખ્સે તમારે મારા મિત્રને રૃા.૪૦ લાખ આપવાના બાકી છે તેમ કહી વારંવાર ફોન કર્યા હતા. પોતાને કોઈ રકમ આપવાની બાકી ન હોવા છતાં ત્રાસથી હરેન્દ્રભાઈએ પોતાના મિત્ર બિલ્ડર નિલેશભાઈને તેની વાત કરી હતી તે દરમ્યાન પોટરીવાળી ગલીમાં હરેન્દ્રભાઈની ઓફિસમાં એક અજાણ્યા શખ્સ સાથે મયુર માડમ ઘૂસી ગયો હતો.

આ શખ્સે પૈસાની પઠાણી ઉઘરાણી કરી ઓફિસમાં કોમ્પ્યુટરના મોનીટર, કાચના દરવાજા વગેરે ફોડી નાખ્યા હતા. આ ધમાલમાં ઓફિસના કર્મચારી શ્રેયાંસભાઈ વચ્ચે પડતા તેઓને માર મારવામાં આવ્યો હતો. આ બાબતની સિટી-બી ડિવિઝનમાં ફરિયાદ કરાયા પછી પોલીસે આરોપી મયુર ઉર્ફે ધર્મેન્દ્ર માડમની ધરપકડ કરી છે. જ્યારે તેની સાથે રહેલા શખ્સની શોધ આરંભી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription