શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

માથાકુટનો ખાર રાખી વૃદ્ધની લાકડાની કેબીન સળગાવી દેવાઈઃ અડધા લાખનું નુકસાન

જામનગર તા. ૨૬ઃ જામનગરના વામ્બેઆવાસ પાસે આવેલી એક વૃદ્ધની લાકડાની કેબીન મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ સળગાવી રૃા. અડધા લાખનું નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જુની માથાકુટનો ખાર રાખી આ કૃત્ય કરાયાનું જણાવાયું છે.

જામનગરના વામ્બેઆવાસ પાછળ આવેલા રેલવે ફાટક નજીકના દેવનગરમાં રહેતા બાબુભાઈ વસતાભાઈ પડાયા નામના વૃદ્ધને થોડા દિવસ પહેલાં સાજણ વિરસીભાઈ પરમાર સાથે કોઈ બાબતે માથાકુટ થઈ હતી.

આ બાબતનો ખાર રાખી ગઈ તા. ૧૬ની રાત્રે સાજણ તેમજ તેના માસીના દીકરા બીરજુ અને ગુડીબેન વિરજીભાઈ પરમારે દેવનગર પાસે આવેલી બાબુભાઈની લાકડાની કેબીનમાં આગ લગાડી દીધી હતી. જેના કારણે કેબીનમાં પડેલો રૃા. અડધા લાખનો માલસામાન સળગીને ખાખ થઈ ગયો હતો. પોલીસે બાબુભાઈની ફરિયાદ પરથી આઈપીસી ૧૧૪, ૪૩૬ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription