ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

બે કરોડથી વધુ ટર્નઓવરવાળા કરદાતાને ઓફલાઈન જીએસટી રિટર્નની સુવિધા

મુંબઈ તા. ૧પઃ બે કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર કરદાતાઓને હવે ઓફ લાઈન જીએસટી રિટર્ન ફાઈલ કરાવવાની સુવિધા અપાતા સરળતા વધશે.

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સમાં ર૦૧૭-૧૮ ના નાણાકીય વર્ષમાં રૃપિયા બે કરોડથી વધુ ટર્ન ઓવર કરાવતા કરદાતાઓએ ઓડીટ કરાવેલ હિસાબો માટેનું રિટર્ન તા. ૩૦ જૂન સુધીમાં ફાઈલ કરવાના રહેશે. જીએસટીએન પોર્ટલ પર ઓડીટેડ હિસાબો માટેનું રિટર્ન ફાઈલ કરવા માટેના જીએસટી-૯ સીની યુટિલિટી અપલોડ કરવામાં આવી છે. આ ઓડિલિટી ઓફ લાઈન સ્વરૃપે ઉપલબ્ધ થવાને લીધે કરદાતાઓને સરળતા રહેશે.

આમ, કરદાતાઓએ ગત્ નાણાકીય વર્ષના હિસાબો સી.એ., ટેક્સ પ્રેક્ટીશનર્સ પાસે ઓડીટ કરાવ્યા પછી તા. ૩૦ જૂન સુધીમાં રિટર્ન ફાઈલ કરવાના રહેશે. અગાઉ, અનઓડીટેડ હિસાબો માટેના રિટર્ન ફાઈલ કરવા માટેની તારીખ જાહેર કરી હતી, પરંતુ ઓડીટેડ હિસાબો માટેના રિટર્ન ફાઈલ કરવાની તારીખ જાહેર ન કરાઈ હોવાથી કરદાતાઓ અને ટેક્સ પ્રેક્ટીશનર્સ અવઢવમાં હતાં.

જીએસટીએન પોર્ટલ પર જીએસટી-૯ સીની યુટિલિટી અપલોડ કરાઈ છે. જેના લીધે રૃપિયા બે કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતા કરદાતાઓના વાર્ષિક હિસાબોનું ઓડીટ કરાવીને ઓડીટ રિપોર્ટ અને વાર્ષિક પત્રક તા. ૩૦ જૂન, ર૦૧૯ સુધીમાં ફાઈલ કરવાના રહેશે. આ રિટર્ન ઓન લાઈન અને ઓફ લાઈન પણ ફાઈલ કરી શકાશે. એડવાન્સ રૃલિંગ એપ્લિકેશન ફોર્મ, નિકાસકારોને રીફંડનું ફોર્મ, જોબવર્ક સંબંધિત વ્યવહારોના ફોર્મ, જીએસટીના તમામ રિટર્નની યુટિલિટી ઓફ લાઈન સ્વરૃપે પણ પૂરી પાડવાને લીધે કરદાતાઓને વધુ સરળતા રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription