શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

નિફ્ટી ફ્યુચર ૧૧૬૩૦ પોઈન્ટ મહત્ત્વની સપાટી ...!!!

બીએસઈ સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઈ સેન્સેક્સ આગલા બંધ ૩૮૫૬૪.૮૮ સામે ૩૮૬૭૨.૬૩  પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૫૭૫.૫૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૧૨૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૫૯૬ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૫૮૬.૪૦ સામે ૧૧૬૦૨.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૫૭૯.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૪૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૫૯૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ભારતીય શેર બજારોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળોને લઈ ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડા - તફડીના સાથે તેજી આગળ વધી હતી. લોકસભા ચૂંટણીના યોજાઈ ગયેલા ત્રીજા તબક્કાના મતદાનની સાથે સાથે વધતી અનિશ્ચિતતા તેમજ ઈરાન પરના અમેરિકાના આર્થિક પ્રતિબંધોમાં ભારત સહિતના દેશોને આયાતમાં અપાયેલી રાહત નહીં લંબાવવાના સંકેતે ક્રુડ ઓઈલના ભાવ વધીને ૭૪ ડોલરની સપાટી કુદાવી જઈ પણ વધીને બ્રેન્ટ ૭૫ ડોલર નજીક ૭૪.૭૦  ડોલર થઈ છેલ્લે ૭૪.૧૩ ડોલરની છ મહિનાની ઊંચાઈએ રહેતાં અને નાયમેક્ષ ક્રુડ પણ ૬૬ ડોલરની સપાટી કુદાવી ૬૬.૧૯ ડોલર થઈ છેલ્લે ૬૫.૭૮ ડોલરની ઊંચાઈએ રહેતાં તેમ જ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (હ્લશ્ર્ં) માં એપ્રિલ વલણના અંતના સપ્તાહને  લઈ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડા - તફડી બોલાવી સાથે તેજી બતાવી હતી. ક્રુડ ઓઈલના ભાવમાં તેજી સાથે રૂપિયા સામે અમરિકી ડોલર પાંચ પૈસા ઘટીને રૂ.૬૯.૬૨ થઈ જવા છતાં ૭૦ તરફ સરકી  રહ્યો હોઈ હજુ ક્રુડ આયાત બિલ વધવાનું મોટું જોખમ રહેતાં ફંડોની  શેરોમાં ઓવર બોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી. ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં પસંદગીની લેવાલી સામે બેંકિંગ, ઓટોમોબાઈલ શેરોમાં અફડા - તફડી સાથે ખરીદી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૬૧ અને વધનારની સંખ્યા ૯૭૨ રહી હતી. ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૮૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ...

નિફ્ટી ફ્યુચર ( ૧૧૫૯૦ ) ઃ આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૫૬૦ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૫૪૭ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૬૧૬ પોઈન્ટ થી ૧૧૬૩૦ પોઈન્ટ, ૧૧૬૪૬ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!!

સુબ્રોસ લિ. ( ૨૮૭ ) ઃ ઓટો પાર્ટસ ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૬ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૨૬૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૪ થી રૂ.૩૦૩ સુધી તેજી તરફી ધ્યાન...!!!

પેનેશિયા બાયોટેક ( ૨૦૫ ) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૮ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૧૩ થી રૂ.૨૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

પોકર્ના લિ. ( ૧૭૮ ) ઃ રૃા. ૧૬૭ નો પ્રથમ તેમજ રૂ.૧૬૦ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રકશન રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૪ થી રૂ.૧૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે....!!!

ઇઁઁ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ ( ૧૨૨ ) ઃ કન્સ્ટ્રકશન સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૨ થી રૂ.૧૩૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

રેમસન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૯૫ ) ઃ રૂ. ૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો પાર્ટસ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૧ થી રૂ.૧૧૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા.....

મિત્રો, ઘરઆંગણાના તેમજ વૈશ્વિક સ્તરના વિવિધ પરિબળોની શેરબજાર પર પ્રતિકૂળ અસર તેમજ બીજી તરફ રૂપિયાની અસ્થિરતા, મેક્રોનોમીક્સ ચિંતા અને એફએન્ડઓની એક્સપાયરીની પણ બજાર પર અસર થવા પામી છે. ઘરઆંગણે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન બાદ આગામી મતદાનમાં પણ આ ટ્રેન્ડ જારી રહેશે તો અસ્થિર સરકાર રચાવાની દહેશત વ્યક્ત કરાઈ હતી. આ ઉપરાંત વૈશ્વિક વૃદ્ધિ અંગેની ચિંતાઓની પણ બજાર પર અસર કરે તેવી શક્યતા છે..!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription