વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

જામનગર રેડક્રોસના નિરંજનાબેન વિઠ્ઠલાણીને વિવિધ સેવા પ્રવૃત્તિ બદલ ગવર્નરના હસ્તે એવોર્ડ

જામનગર તા. ૧૧૦ઃ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની રાજ્ય કક્ષાની વાર્ષિક સાધારણ સભામાં ગુજરાતના ગવર્નર ઓ.પી. કોહલીના હસ્તે વિવિધ સેવા પ્રવૃત્તિઓ બદલ રેડક્રોસ જામનગરના ડાયરેક્ટર નિરંજનાબેન વિઠ્ઠલાણીને વર્ષ ર૦૧૭-૧૮ માટે સ્પેશ્યલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ થેલેસેમિયા પરીક્ષણમાં રાજ્યભરમાં પ્રથમ ક્રમ મેળવવા બદલ રેડક્રોસ જામનગરના વાઈસ ચેરમેન નટરાજભાઈ વિઠ્ઠલાણી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર નિરંજનાબેન વિઠ્ઠલાણીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, રેડક્રોસ જામનગર છેલ્લા પાંચ વર્ષથી સતત ગવર્નરના હસ્તે એવોર્ડ મેળવી રહ્યું છે. એ બદલ રેડક્રોસ જામનગરના ચેરમેન બિપીનભાઈ ઝવેરી તથા ટ્રેઝરર હરેન્દ્રભાઈ ભાડલાવાલા દ્વારા નિરંજનાબેન વિઠ્ઠલાણી અને નટરાજભાઈ વિઠ્ઠલાણીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00