ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

ખંભાળિયાના લાલુકામાં નાલ આપી જુગાર રમતા છ ઝડપાયાઃ ત્રણના ત્રણ દરોડા

જામનગર તા.૧૧ ઃ ખંભાળિયાના લાલુકા ગામમાં એક મકાનમાં જામેલા જુગાર પર પોલીસે દરોડો પાડી છ શખ્સોને પકડી પાડયા છે. જ્યારે નાલ ઉઘરાવનાર મકાન માલિક નાસી ગયો છે. ઉપરાંત જામજોધપુરના ઝીણાવાડીમાંથી સાત શખ્સો તેમજ ખંભાળિયામાંથી ચાર શખ્સો ગંજીપાના કૂટતા પકડાયા છે.

ખંભાળિયા તાલુકાના લાલુકા ગામમાં એક મકાનમાં જુગારની જમાવટ થઈ રહી હોવાની બાતમી મળતા ગઈકાલે સાંજે ખંભાળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો ત્યાં આવેલા આલાભાઈ ભોગાભાઈ પીંડારિયાના મકાનમાં પોલીસે દરોડો પાડતા તેઓને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા.

પોલીસે પટમાંથી રૃા.૭૨૫૫૦ રોકડા કબજે લઈ જગાભાઈ જેઠાભાઈ કુંડારિયા, એભાભાઈ કરશનભાઈ ભાટિયા, રીંછાભાઈ ગગાભાઈ પીંડારિયા, કેશુરભાઈ કાનાભાઈ કદાવલા, નિલેશ ભગવાનજીભાઈ દત્તાણી, શૈલેષ પ્રભાશંકર આરંભડિયાની ધરપકડ કરી પોલીસે જુગારધારાની કલમ-૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના ઝીણાવાડી ગામમાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સો જાહેરમાં તીનપત્તી રમતા હોવાની બાતમી મળતા જામજોધપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્રાટક્યો હતો.

ત્યાંથી અરજણભાઈ વસરામભાઈ ચૌહાણ, બાબુભાઈ સીદીભાઈ કોળી, અરશીભાઈ જેસાભાઈ કારેણા, દિનેશ કાનાભાઈ ગુજરાતી, જગાભાઈ ભીમશીભાઈ સગર, ગંગદાસ અરજણભાઈ સગર તથા ધીરૃભાઈ ચંદુભાઈ ચૌહાણ નામના સાત શખ્સો ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૫૭૪૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં ગઈકાલે બપોરે પોલીસે દરોડો પાડી જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા સાદુરભાઈ માંડણભાઈ જોગાણી, કારાભાઈ અરજણભાઈ વાનરિયા, રાજપાલ લખમણભાઈ મસુરા તથા દેશુરભાઈ ભેલાભાઈ ધારાણી નામના ચાર શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા હતા. પટમાંથી રૃા.૩૦૧૦ ઝબ્બે લેવાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00