ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

નગરમાં તાપમાન બે ડિગ્રી ઘટ્યુંઃ મહત્તમ ૩૩ ડિગ્રી

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં વાદળછાંયા વાતાવરણ અને તેજીલા પવનના પગલે તાપમાનનો પારો એક દિવસમાં બે ડિગ્રી જેટલો નીચે તરફ શરકી ગયો હતો. જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાલે સાંજે પણ નગરના આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાય ગયા હતાં, પરંતુ લોકોના મનમાં સહેવાઈ રહેલી વરસાદની આશા ફરી ઠગારી નીવડી હતી.

જામનગરમાં તેજીલા પવનનો દોર યથાવત્ રહ્યો છે. અરબ સાગર પરથી ફૂંકાતા ઠંડા પવનો અને ધાબળિયા વાતાવરણના કારણે માત્ર ચોવીસ કલાકમાં જ નગરમાં તાપમાનનો પારો બે ડિગ્રી જેટલો નીચે તરફ શરકી ગયો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ર૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની એકંદરે ૧ર.ર કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00