હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

નારીનું સન્માન અર્થાત મહિલા સશક્તિકરણઃ પૂનમબેન માડમ

જામનગર તા. ૮ઃ મહિલા ઉત્કર્ષ માટે આપની સંસ્થા-મંડળ-આપના દ્વારા જ ચાલતી પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાના સર્વે હોદ્દેદારશ્રીઓ, સંચાલકશ્રીઓ અને સંસ્થાના સર્વે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે નારી સન્માનનો અવસર. એક દીકરી, બહેન, પત્ની અને માતા તરીકે પરિવારમાં મહત્ત્વની જવાબદારી નિભાવવાની સાથે શિક્ષણ તાલીમ અને માર્ગદર્શનના માધ્યમથી સ્વરોજગારી, નોકરી-વ્યવસાય સાથે સામાજિક અને આર્થિક પ્રવાહમાં સામેલ થઈ આપશ્રી ખૂબ જ મહત્ત્વપૂર્ણ પરિબળ અને સાચી નારી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ આપની જવાબદારીઓ અને કાર્યોના માધ્યમથી બન્યા છો ત્યારે આપની આ શક્તિને એક મહિલા તરીકે આદરપૂર્વક હું વંદન કરૃં છું. આપને મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત રહેવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરૃં છું. આવી જ રીતે દરેક બહેનોને તેમના યોગ્ય અધિકારો પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા અને વાતાવરણનું નિર્માણ આપ સૌ ભાગીદાર બની કરતા રહો તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

આવો, આપણે સૌ સાથે મળીને નારીશક્તિને ઉજાગર કરી, પરિવારના જ નહીં સમાજના સમરસ અને સર્વાંગી વિકાસમાં મુખ્ય અંશ થવાના સંકલ્પ સાથે આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને સાર્થક કરીએ, મહિલા અથવા સ્ત્રીના જન્મને માત્ર આજે જ નહીં પણ જીવનભર આપણા કાર્યોથી એક ઉત્સવરૃપી સ્વરૃપ આપીને ઉજવીએ.

આપ સૌને અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00