કુમાર સ્વામી બન્યા કર્ણાટકના મુખ્યમંત્રીઃ વજુભાઈ વાળાએ અપાવ્યા સપથ / અમદાવાદ પાસે એસ.ટી. આયશર વચ્ચે અકસ્માતઃ એકનું મૃત્યુઃ ૪૦ ઈજાગ્રસ્ત / જમ્મુ સરહદે નવમા દિવસે પણ પાકિસ્તાનનું ફાયરિંગઃ ૭ વ્યક્તિના મૃત્યુઃ હજારો લોકો બન્યા બેઘર /

સુરતમાં કિશોરીઓમાં લોકપ્રિય થયા 'પેડદાદી'ઃ અનુકરણિય

સુરત તા. ૯ઃ સુરતમાં 'પેડદાદી' કિશોરીઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આ દાદી કિશોરોઅીને સેનેટરી પેડનું નિઃશુલ્ક વિતરણ કરતા રહે છે. ૬ર વર્ષના મીના મહેતાને સ્લમ વિસ્તારોમાં 'પેડવાલી બાઈ' તરીકે પણ ઓળખે છે. મીના મહેતાને વિચાર આવ્યો કે ભારતમાં આંતરવસ્ત્રોનું દાન આપવાની પ્રથા નહીંવત્ છે, ત્યારે આ વસ્તુઓ ખરીદવામાં અસમર્થ હોય તેનું શું થતું હશે? તે પછી મીનાદાદીએ કિશોરીઓને એક કીટ મફતમાં વિતરણ કરવાનું શરૃ કર્યું જેમાં સેનેટરી પેડ, બે અન્ડરવેર, શેમ્પૂની ચાર પડીકી અને એક સાબુ હોય છે. તેઓ દર મહિને પાંચ હજાર જેટલા કિટ્સનું વિતરણ કરે છે. મીનાદાદીનું માનવું છે કે આંતરવસ્ત્રોના અભાવે લાગતો હોય ચેપ આથી અટકશે અને સ્વચ્છતા અંગે જાગૃતિ આવશે. મીનાદાદીને વર્ષ ર૦૦૪ માં ચેન્નાઈમાં ત્સુનામી આવી, તે સમયે ઈન્ફોસિસના સુધામૂર્તિએ મોકલેલા ચાર ટ્રક સેનેટરી પેડના વિતરણના સમયે આ અંગે પ્રેરણા મળી હતી અને તે પછી કચરામાંથી પેડ શોધી રહેલી કિશોરીઓને જોઈને તેમનું દિલ ભરાઈ આવતા આ પ્રવૃત્તિ શરૃ કરી હતી અને વર્ષ ર૦૧ર થી આ અંગે સુઆયોજિત અભિયાન આદર્યું હતું. પોતાના ઘરે કામ કરતી કિશોરીઓને મદદ કર્યા પછી આ અભિયાન માટે મીનાદાદીના પતિએ રૃપિયા રપ હજાર આપ્યા હતાં. તેમાંથી આ અભિયાન શરૃ કર્યા પછી તેમને લોકો તરફથી પણ ફંડ મળવા લાગ્યું હતું, આજે પણ તેમના પતિ અતુલભાઈ વિતરણ માટે મદદરૃપ થઈ રહ્યા છે. આ પ્રવૃત્તિ સૌ કોઈ માટે અનુકરણિય છે. આજે પેડદાદી તરીકે ઓળખાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00