ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જામનગરમાં દેશી દારૃની બદી સામે પોલીસની તવાઈ

જામનગર તા. ૯ ઃ જામનગરના વિવિધ વિસ્તારોમાંથી પોલીસે દેશી દારૃનો છૂટક જથ્થો કબજે કર્યાે છે. જ્યારે કેટલાક શખ્સો નશાની હાલતમાં લથડિયા ખાતા ઝડપાઈ ગયા છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા ઢોલિયા પીરની દરગાહ પાસેથી ગઈકાલે બપોરે પોલીસે સમીર ફિરોઝભાઈ તરિયા નામના શખ્સને દેશી દારૃ સાથે પકડી પાડયો છે. જ્યારે જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી સુરેશ ખોડુમલ રાજાણીની નિલમ પાન નામની દુકાનમાં ગઈકાલે પોલીસે દરોડો પાડતા ત્યાંથી ચાર લીટર દેશી દારૃ મળી આવ્યો છે. ઉપરાંત જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે કાયદાથી સંઘર્ષિત કિશોરને સિત્તેર લીટર આથા સાથે પકડી પાડયો છે. કાલાવડના આંબેડકરનગરમાં આવેલા ગોપાલ રવાભાઈ શેખાના મકાનમાંથી ત્રણ લીટર દેશી દારૃ મળ્યો છે. જ્યારે ગોપાલ નાસી ગયો છે.

જામનગરના મોહનનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે કરવામાં આવી રહેલા પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન વિનોદ મનસુખભાઈ કણઝારિયા નામનો શખ્સ નશાની હાલતમાં ઝડપાયો છે. જ્યારે કુંવરબાઈની ધર્મશાળા પાસેથી અશોક ધનસુખભાઈ કનખરા, સાધના કોલોની પાસેથી ભલાભાઈ દેશાભાઈ સોલંકી, દરબારગઢ સર્કલમાંંથી મનોજ લખમણ વઘોણા, માધવ બાગમાંથી નગાભાઈ દેવાણંદભાઈ ચાવડા નામના શખ્સો નશાની હાલતમાં ઝૂમતા મળી આવ્યા છે. આ ઉપરાંત જામનગર તાલુકાના ભરતપુરમાંથી વિજય દેવશીભાઈ બોરસદિયા પણ નશાની હાલતમાં લથડિયા ખાધો મળી આવ્યો છે. પોલીસે તમામ સામે પ્રોહીબીશન એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00