યુકેમાં ૧પ ઈંચ બરફ વર્ષાઃ એનર્જી પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં હજ્જારો લોકો થયા બે ઘર / વડોદરામાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો ઉતર્યા રસ્તા પરઃ કર્યાે ચક્કાજામ / રશિયામાં પુતિનની ૭પ ટકા મત સાથે ફરી જીત /

મનપાનું બજેટ એટલે 'મુંગેરીલાલ કે હસીન સપને'

જામનગર તા. ૮ઃ જામનગર મહાનગરપાલિકાના અંદાજપત્ર અંગે કોંગ્રેસના કોર્પોરેટર અને કોંગ્રેસ અનુ. જાતિ મોરચાના શહેર પ્રમુખ આનંદભાઈ રાઠોડે પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે, 'મુંગેરીલાલ કે હસીન સપને' જેવું  બજેટ છે.

ભાજપના છેલ્લા રર વર્ષના શાસનમાં પ્રજાને દૈનિક પાણી વિતરણ કરવામાં નિષ્ફળતા મળી છે. પ્રજાને દરેક ચૂંટણીમાં દૈનિક પાણી આપશું તેવા વચનો આપ્યા પછી તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. છ મહિના પાણી આપીને અખા વરસનો પાણી વેરો વસૂલ કરવો તે અન્યાય છે. પાણી વેરાના ખોટા બીલોના  ગોટાળા ચાલુ છે. પાણી વેરાથી અસમાનતા અંગેનો કેસ પણ કોર્ટમાં પેન્ડીંગ છે. પાણી વેરાની વસૂલાતમાં નિષ્ક્રિયતાના કારણે કરોડો રૃપિયા બાકી છે.

મિલકત વેરાની અને પાણી વેરા સહિત અંદજે અઢીસો કરોડ જેટલી રકમની વસૂલાત બાકી દર્શાવી જામનગર મહાનગરપાલિકાએ અભૂતપૂર્વ વિકાસના દર્શન કરાવ્યા છે. શહેરના નવા વિસ્તારોમાં સમાવેશ થયો છે તેમાં ૩૯ હજાર નવી મિલકતોનો સર્વે કર્યો નથી તેથી અંદાજે ૩૦ કરોડના વસૂલાત બાકી રહે છે. સફાઈ વેરાની ટકાવારીમાં પણ ગેરકાયદેસર રીતે કર વસૂલવામાં આવે છે.

મહાનગરપાલિકા દર વરસે રૃપિયા પપ૪૭ કરોડ વ્યાજના ચૂકવે છે અને કુલ દેવું ૪ અબજ ૩૧ લાખ છે. આ દેવાળિયો વિકાસ છે.

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ તેમજ અસહ્ય ગંદકીના કારણે રોગચાળો ફેલાયો છે. શૌચાલયોના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. સિટી બસનું સંચાલન યોગ્ય અને સંતોષકારક રીતે થતું નથી. ટી.પી. સ્કીમ અંતર્ગત કપાત થયેલ  મિલકતના વળતર પેટે સવાચૌદ કરોડ ચૂકવવામાં ઠાગાઠૈયા થઈ રહ્યા છે.

શહેરમાં ગેરકાયદેસર બાંધકામોના કારણે પાર્કિંગ સમસ્યા સાથે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. જી.જી. હોસ્પિટલ સામેની દુકાનોની લીઝ પૂરી થઈ ગઈ હોવા છતાં રસ્તો પહોળો કરવામાં શું તકલીફ છે તે સમજાતું નથી. અંગત હિત કે 'વહીવટ'ના કારણે રસ્તો પહોળો થતો નથી.

કર્મચારીઓ પગાર ચૂકવવામાં ધાંધિયાની સ્થિતિ છે. કોન્ટ્રાક્ટરોને સમયસર પેમેન્ટ નહીં થવાથી કામ અધુરા છોડી દેવાય છે. ઓક્ટ્રોઈ નાબૂદી પછી મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં સતત અન્યાય થઈ રહ્યો છે.

આમ સમગ્ર રીતે તળિયા ઝાટક તિજોરીવાળી મહાનગરપાલિકાએ તેના અંદાજપત્રમાં પ્રજાને વધુ એક વખત વિકાસની લોલીપોપ જ આપી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00