તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

મંગળ ગ્રહ પર મોકલાયેલી ટેસ્લા અંતરીક્ષમાં ભૂલી પડી ગઈ!

નવી દિલ્હી તા. ૯ઃ બે દિવસ પહેલા જ રોકેટના માધ્યમથી અંતરીક્ષમાં મોકલાયેલ સ્પેશકાર ટેસ્લા મંગળ ગ્રહના રૃટના  બદલે અન્ય માર્ગે વળી ગઈ હતી, અને ઊંડા અંતરીક્ષમાં પહોંચી ગઈ છે. અંતરીક્ષના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ખાનગી કંપનીએ સરકારી મદદ વગર એક વિશાળ રોકેટ બનાવ્યું, જે નાસાના એપ્લસ-વી પછીનું સૌથી શક્તિશાળી રોકેટ માનવામાં આવે છે. ફાલ્કન હેવી નામના આ રોકેટ સાથે મોકલાયેલી ટેસ્લા કારને મંગળ અને પૃથ્વીની વચ્ચેની કક્ષામાં સ્થાપિત થવાનું હતું, પરંતુ રોકેટમાંથી નીકળતા જ તે અન્ય માર્ગે ચાલી ગઈ. સ્પેસએક્સના માલિક એલન મસ્કને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ અંતરીક્ષમાં ભૂલી પડી ગયેલી ટેસ્લા કાર હાલમાં અન્ય નાના ગ્રહોની આસપાસ ફરી રહી છે. રોકેટમાંથી છોડતી વખતે આ કારને ધક્કો મારવા માટે જે ધમાકો કરાયો, તે એટલો શક્તિશાળી હતો કે ટેસ્લા કાર પોતાના રૃટથી અલગ ચાલી ગઈ. આ ઘટનાથી સ્પેસએક્સ કંપની પણ ચિંતામાં મૂકાઈ ગઈ હોવાનું જાણવા મળે છે, જો કે આ પહેલા પણ અંતરીક્ષમાં સ્પેસકાર મોકલવાના કેટલાક પ્રયાસો નિષ્ફળ થઈ ચૂક્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00