દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામખંભાળિયા પંથકમાં મધ્યાહ્ન ભોજન યોજનાની ઓચિંતી તપાસણીથી દોડધામ

ખંભાળિયા તા. ૮ઃ ખંભાળિયાની મામલતદાર કચેરી દ્વારા ચાર ટીમો રચીને શહેર અને કેટલાક ગામોના મધ્યાહ્ન ભોજન યોજનાના કેન્દ્રોની ઓચિંતી તપાસણી કરતા ગંભીર ક્ષતિઓ બહાર આવી હતી. આ કારણે મ.ભો.યો. સંચાકોમાં દોડધામ મચી હતી.

ખંભાળિયાના ઉત્સાહી મામલતદાર શ્રી ચિંતન વૈષ્ણવ દ્વારા તાજેતરમાં બોક્સાઈટ તથા સફેદ પથ્થરના ઢગલાબંધ ટ્રકો પકડીને ૩૦ લાખનો રોકડ દંડ વસૂલ કરીને મામલતદાર કચેરી શરૃ થયાથી અત્યાર સુધીનો ઈતિહાસ સર્જયો હતો જે પછી બુધવારે ક્યારેય ના થયું હોય તેવી રીતે તાલુકાના મ.ભો.યો.ના કેન્દ્રો પર આકસ્મિક ચેકીંગ-દરોડા પાડતા સમગ્ર તાલુકામાં સોપો પડી ગયો હતો તથા મ.ભો.યો.ના કેન્દ્ર સંચાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. મામલતદાર શ્રી ચિંતન વૈષ્ણવે ના.મા. ડી.કે. દેસાઈ, એ.કે. ગોહેલ, બી.એન. સંચાણિયા, જી.એન. ચૌહાણના આગેવાનીમાં તમામ અધિકારીઓની સાથે બંધ કવરમાં સ્થળના નામો આપીને ચેકીંગ કરવા મોકલાયા હતાં જેથી કોઈને છેલ્લી ઘડી સુધી ખબર ના પડે! મામલતદાર ચિંતન વૈષ્ણવની આગેવાની હેઠળની આ ચાર ટૂકડીઓએ ખંભાળિયા શહેર, નાના આસોટા, શક્તિનગર તથા ચુડેશ્વર ગામના મ.ભો.યો.ના કેન્દ્રોની તપાસણી કરતા અનેક ગંભીર ગેરરીતિઓ બહાર આવી હતી જેમાં શિક્ષકોની ગેરહાજરી, આચાર્ય તથા સુપરવાઈઝરનું મ.ભો.નું. ચેકીંગ ના કરવું, હાજર સંખ્યા તથા ભોજન લાભાર્થીની નિયમિત સંખ્યામાં તફાવત, અનાજનો જથ્થો સંચાલક ઘેર રાખતો હોવાની બાબત નીકળી. કેટલાક મ.ભો.યો.ના સંચાલક ઘરેથી ભોજન બનાવીને આવે છે તથા બનાવેલ ભોજનની ગુણવત્તા પણ અત્યંત નબળી હોવાનું પણ બહાર આવ્યું હતું.

અમુક કેન્દ્રો પર મ.ભો.યો.ના લાભાર્થી ભેગા એક ડીશમાં મામલતદાર શ્રી ચિંતન વૈષ્ણવને જાતે ભોજન ચાખીને ગુણવત્તા ચેક કરી હતી તથા જવાબદારોને નોટીસ આપીને જરૃર પડ્યે તેમને કેન્દ્ર બંધ કરવા સહિતના પગલાં લેવાની બાબત પણ જણાવી હતી. બોક્સાઈટ ચોરી, સફેદ પથ્થર ચોરી પછી મ.ભો.યો.ના કેન્દ્રોની ચકાસણીમાં પડ્યા પછી ટૂંક સમયમાં મામલતદારની ઉત્સાહી ટીમો પેટ્રોલ પંપો, વાજબી ભાવની દુકાનો તથા સ્ટોન ક્રશરના ધંધાર્થી તથા રેતી-પથ્થરની ખનિજ ચોરી કરતા ધંધાર્થીઓ પર ત્રાટકે તેવી શક્યતા હોવાનું પણ જાણવા મળે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00